Gujarat: ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. 

આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજથી તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી જેમાં.રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૫૭ નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.

થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં કુલ ૪૧૬૩૫ થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ ૬૪,૪૦,૬૪૮ કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં ૨૦૫ ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી ૧૯૮ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે. 

– રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ ૧૪૯૩ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.

રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કુલ ૧૨૦૧ મુખ્ય રસ્તાઓ,૩૮૭ માર્કેટ વિસ્તાર, ૧૭૩૪ કોમર્શીયલ વિસ્તાર, ૪૦૪૨ રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.

– રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ ૫૮૯ બ્લેક સ્પોટની  સાફ સફાઈ હાથ ધરવામાં આવી.

– રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ ૨૧૯ રેડ સ્પોટ(પાનની પિચકારી) ૧૩૯ યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.

વધુમાં, રાજ્યની મહા નગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવેલ કુલ ૮૯૮ કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.

– રાજયની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ ૧૦૦ થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું.