Gujarat: દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ગામે કોમી એક્તા સ્વરૂપ જાકુબશા દાદાના ઉર્ષ નિમિતે દર ભાદરવી પૂનમના અહીં મલ્લકુસ્તી જુનવાણી ઢબે યોજાય છે. ૫૦૦ વર્ષ થી યોજાતા આ મેળામાં ગ્રામ્ય લોકો ખુબજ ઉત્સાહથી કુસ્તી લડી આનંદ મેળવે છે. હિંદુ, મુસ્લિમ બંને કોમના લોકો અહીં જાકુબશા દાદાને શીશ ઝુકાવે છે. દૂર – દૂરથી આવેલા ૩૦૦ સૌષ્ઠર્વ સાથે શારીરિક કુસ્તીબાજોએ શરીર તાકાતના દર્શન કરાવ્યા

Gujarat: દ્વારકાથી ૧૦ કિ.મી. દુર આવેલું મુસ્લિમ સ્થાનક હિંદુઓનું પણ માનીતું સ્નાતક ગણાતું જાકુબશા દાદાની દરગાઈ તેમના ઉર્પ નિમિત મેળો ભરાય છે અને દુરદુરથી અહીં આવીને મહલ કુસ્તીબાજ કુસ્તી લડે છે. ૨૦૦ જેટલા કુસ્તીબાજોનો અહીં મેળાવડો જોવા મળે છે. અગાઉના વર્ષોમાં રાજા મહારાજાઓ પોતાના સૈન્યમાં ભરતી કરવા આવ કુસ્તી મેળા યોજતા અને સારા કુસ્તીબાજોને સૈન્યમાં ભરતી કરતા. ત્યારના સમયથી આ કૂસ્તી મેળા મહી યોજાય છે. અને ગામ લોકો તરફથી વિજેતા કુસ્તીબાજીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Gujarat: મહાભારતના સમયથી આ કુસ્તી મેળો યોજાતા હોવાનું લોકમુખે સાંભળવા મળે છે. જે પરંપરા નવી પેઢીની લોકો દ્વારા હજુ પણ ચાલુ રાખવામાં આવી છે. આ મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામશ ઉમટી પડે છે અને ભવ્ય લોક સંસ્કૃતિની ઝલક આ મેળામાં જોવા મળે છે. કુસ્તી સાથે કોમી એક્તાના દર્શન પણ આ મેળામાં થાય છે.

કહેવાય છે કે અહીં આશરે ૪૫૦ વર્ષ પહેલા ધર્મનિરપેક્ષ જાફબશા દાદા થઈ ગયા. જેઓને બે ઘેટા હતા. આ પેટાઓ આજુબાજુના ખેડૂતોનો પાક ચરી જતા જાકુબશા પીરે બંને ઘેટાને પથ્થર બનાવી દેતા. આ પત્થર રૂપી પેટાઓ આજે પણ અહીં પથ્થર રૂપે જોવા મળે છે. ૮૦ થી ૧૦૦ કિલો વજનના પથ્થરોને તે જ વ્યક્તિ માત્ર એક આંગળીથી ઉપાડી શકે જેના પર જાકુબશા દાદાની કૃપા હોય. પછી ભલે તે કુસ્તીબાજ પણ હોય. જો કૃપા ન હોય. તો તે ન ઉપાડી શકે. આ પાર આ લોક વાયકાથી અનેક યુવાનો બહાળુઓ આ પત્થરને ઉપાડવા પોતાની શ્રધ્ધા પુરવાર કરતા જોવા મળતા હોય છે.