Gujarat: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકની હદમાં બે વિષમીઓએ અનુસુચિત જાતિની બે સગી સગીર બહેનો ને હિન્દુ નામ ધારણ કરી પો 1 કરી પોતાની ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ જઈ બંને સગીર બહેનો ઉપર દુષ્કર્મ આચરતા પોલીસે બંને વિધમીઓ સામે બળાત્કાર, અપહરણ, પોક્સો અને ૧ એટ્રોસિટિ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંને હવસખોરોની ધરપકડ કરી હતી.
Gujarat: જંબુસર તાલુકામાં બંને સગીર બહેનોને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યા બાદ બંને નરાધમોનો ભાંડો ફૂટ્યો : બંનેની રિમાન્ડ
કાવી પંથકમાં રહેતા વાલીએ ગત તા.૯ સપ્ટેમ્બરની રાત્રે અજાણયા શખ્સો મારી બંને સગીર દીકરીઓનું અપહરણ કરી લઈ ગયા છે તેવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન તા.૧૩ના રોજ બંને બહેનોને પોલીસે શોષી કાઢી હતી. પોલીસે બંને બહેનોની પૂછપરછ કરતાં શાહરૂખ પઠાણ તથા સાજીદ પટેલ બંને મુસ્લિમ કોમના હોવા છતાં પોતે હિંદુ છે તેમ એકે કિશન તથા બીજાએ સુનિલ તરીકે ખોટી ઓળખ આપી હતી અને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યા હતાં.બંને સગીર બહેનોનું અપહરણ કરનાર કિશન ઉર્ફે શાહરુખ ઐયુબ પઠાણ તથા સુનિલ ઉર્ફે સાજીદ શબ્બીર પટેલ (બંને રહે. શનિયાનો વા, નવીનગરી, જંબુસર)એ બંને બહેનોનું અપહરણ કરી બંને પર દુષ્કર્મ આચર્યું હતું. આખરે બંનેની ધરપકડ કરી પોલીસે બંનેના વધુ પૂછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.