Vadodara: ધામ ધૂમથી થઈ રહેલા ગણેશ વિસર્જન વચ્ચે વડોદરામાં એક યુવાને અનોખી રીતે ગણેશ વિસર્જન કર્યું હતું.
Vadodara: રોનિતે નવમા રેકોર્ડ માટે એક પૈડાની સાયકલ પર દાવેદારી નોંધાવી, અગાઉ આઠ રેકોર્ડ સર્જી ચૂકયો છે
Vadodaraના રોનિત જોષીએ પોતાના ઘરમાં શ્રી ગણેશજીની સ્થાપના કરી હતી. આજે રોનીત જોશીએ પોતાના પરિવાર અને મિત્રો સાથે શ્રી ગણેશજીનું વિસર્જન એક અનોખા અંદાજમાં કર્યું હતું. રોનીત જોશીએ પોતાની યુર્નિસાયકલ (એક પૈડાની સાયકલ) ઉપર ગણેશજીને પોતાના હરણી રોડ પર આવેલા નિવાસ સ્થાનથી એરપોર્ટ થઈ હરણી કુત્રિમ તળાવ સુધી લગભગ ૩ કિલોમીટર સુધી પગ ટેકવ્યા વગર લઈ જઈને વિસર્જન કર્યું હતું. આ દરમિયાનમાં તેણે મૂર્તિ પોતાના હાથમાં જ પકડી રાખી હતી.
આમ કરીને રોનીત જોશીએ પોતાના ૯મા વિશ્વ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. રોનીતના આ અનોખા શ્રી ગણેશજીના વિસર્જનના વિશ્વરેકોર્ડના સૌ પરિવારના સભ્યો અને તેના મિત્રવર્તુળ સાક્ષી બન્યા હતા.આ પહેલા એક પૈડાની યુની સાઇકલ નો ઉપયોગ કરીને રોનીત અગાઉ અલગ અલગ ૮ રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે.