દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ૭૪માં જન્મદિને Somnath તિર્થ ક્ષેત્રમાં મહામૃત્યુંજય મંત્રના આયુષ્ય મંત્રજાપ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા પુરુષસુક્તના પાઠ, ગૌપુજન, મહાદેવની મહાપૂજા ૭૪ કિલોના લાડુની ભાંગ, સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે દ્વારકામાં જગતમંદિરે ધ્વજારોહણ કરી વડાપ્રધાનનાં નિરામય જીવન માટે । પ્રાર્થના કરવામાં આવી હતી.

નિરામય જીવનની પ્રાર્થના સાથે દ્વારકામાં પૂજન-અર્ચન બાદ ધ્વજારોહણ

દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી Somnath મહાદેવ મંદિર ટ્રસ્ટનાં અધ્યક્ષ હોવાથી તેમનાં ૭૪માં | જન્મદિને અહી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એકવર્ષ દરમિયાનના સેવાકાર્યનો સંકલ્પ જાહેર | કરવામાં આવ્યો હતો. જેમાં ૨ હજાર દિવ્યાંગોને કૃત્રિમપગ અને કેલિપર્સ અર્પણ કરવા, ૧૦૦0 આંકના ઓપરેશન અને દાંતની બત્રીસી બનાવી ।

આપવા, ૧૦૦૦ બેરોજગારોને રોજગારલક્ષી તાલીમ આપવી અને ૧૦૦૦૦ કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર વિતરણ કરવામાં આવશે. જયારે દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના ૭૪માં જન્મદિને જગતમંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપનાં ડાયરેકટર પરીમલ નથવાણીએ તેમના પ્રતિનિધિ ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના મંત્રી કપીલભાઈ વાયડાનાં હસ્તે ધવજાજીનું પૂજન કરાવી ધ્વજારોહણ કરાવ્યું હતું.

શાસ્ત્રોક્ત વિધિ સાથે પુજન અર્ચન બાદ ભગવાન દ્વારકાધિશનાં ચરણોમાં ધ્વજાજીને અર્પણ કરી અબીલ, ગુલાલ, પુષ્પમાળા અને તુલસીપત્ર અર્પણ કર્યા બાદ મંદિર પરીસરમાં ચારે બાજુએ ભગવાનને પરીક્રમા કરવામાં આવી હતી. ભક્તોએ ભાવપુર્વક ધ્વજાજીને મસ્તક ઉપર ધારણ કરી વડાપ્રદાનને શુભકામના પાઠવી હતી.