Rajkot: ધો.૧૦નાં વિદ્યાર્થીઓની ઉતરવહી ચકાસણી માટે બોર્ડ દ્વારા ‘કી’ આપવામાં આવતી હોવા છતાં ઉતરવહી મૂલ્યાંકનમાં છબરડા કરી વિદ્યાર્થીઓને અન્યાય કરનારા રાજકોટ જિલ્લાના ૨૬૦ શિક્ષકોને ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સૌપ્રથમ વખત નોટીસ ફટકાર શિક્ષાત્મક કાર્યવાહી સ્વરૂપે દંડની રકમ ૧૦ દિવસમાં ભરી દેવાની તાકીદ કરવામાં આવી છે.

Rajkot: પ્રશ્નોના સાચા જવાબની ‘કી’ આપવામાં આવી હોવા છતાં ઉત્તરવહી મૂલ્યાંકન કરનાર પરીક્ષક, મોડરેટર અને કો-ઓર્ડિનેટરની ૨૦-૨૦ માર્ક સુધીની ભૂલો

Rajkot શહેર અને જિલ્લામાં, ધો.૧૦ની પરીક્ષા દરમિયાન જે શિક્ષકોને ઉતરવહી મૂલ્યાંકન માટે પરીક્ષક અને કો-ઓર્ડિનેટરની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમાં બોર્ડ દ્વારા ઉતરવહીનાં જવાબ સ્વરૂપે જે ‘કી’ આપવામાં આવી હોય છે તે મુજબ દરેક વિદ્યાર્થીને જવાબોનાં માર્કસ આપવાનાં હોય છે પરંતુ ઉતરવહી મૂલ્યાંકનમાં પરીક્ષક તેની ઉપર ઉતરવહી ચકાસણી કરનારા મોડરેટર અને કો-ઓર્ડીનેટરની ભૂલો ઉતરવહીનાં | પુનઃમૂલ્યાંકન દરમિયાન બહાર આવતા રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાનાં ૨૬૦ શિક્ષકોને નોટીસ ફટકારી દંડની રકમ ભરવા માટેની તાકીદ કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષકની ૧ ગુણની ભુલ હોય તો રૂા. ૧૦૦, મોડરેટર માટે રૂા. ૧૫૦ અને કો-ઓર્ડિનેટર માટે રૂા.૨૦૦ ભરવાના રહે છે. આ જોગવાઈ મુજબ રાજકોટ જિલ્લામાં જે શિક્ષકોએ ૨૦- ૨૦ માર્કની ભુલો ઉતરવહી જોવામાં કરી છે તેઓને રૂા.૨-૨ હજારનો દંડ ફટકારવામાં આવ્યુ છે. ધો.૧૦ની પરીક્ષામાં પણ ઉતરવહી ચકાસણી કરવામાં જે શિક્ષકોએ છબરડા કર્યા છે તે તમામ શિક્ષકોને આગામી દિવસોમાં દંડ સાથે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.