Aam admi partyના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક Arvind kejriwalએ દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આજે દિલ્હીની જનતા માટે અને દેશની જનતા માટે ખૂબ જ દુઃખનો દિવસ છે. અરવિંદ કેજરીવાલએ Delhiમાં વિશ્વ કક્ષાની સ્કૂલો બનાવી, અત્યાધુનિક હોસ્પિટલો બનાવી, મફત વીજળી આપી, મહિલાઓને મફત બસ યાત્રા કરાવી અને યુવાનોને રોજગારી આપી. આવા જનનાયકને કેન્દ્રની મોદી સરકારે ખોટા આક્ષેપોમાં જેલ ભેગા કર્યા અને વારંવાર દિલ્હીની સરકારને તોડવાની કોશિશ કરવામાં આવી. અને આખરે સુપ્રીમ કોર્ટે Arvind kejriwalને જામીન આપ્યા.
Arvind kejriwalએ આજે નરેન્દ્ર ભાઈ મોદીને જન્મ દિવસ પર રાજીનામું આપ્યું છે એનું કારણ એટલું જ છે કે અરવિંદ કેજરીવાલજીએ કહ્યું છે કે દિલ્હી સરકારના નેતાઓ પર ગમે એટલા આરોપો લગાવો પરંતુ દિલ્હીની સરકાર પડશે નહીં. અને હવે અરવિંદ કેજરીવાલ એક અગ્નિ પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને અરવિંદ કેજરીવાલએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. હવે દિલ્હીની જનતાએ નક્કી કરવાનું છે કે અરવિંદ કેજરીવાલજી પ્રમાણિક છે કે નહીં. દિલ્હી ની જનતા ફરી એકવાર પ્રચંડ બહુમતીથી અરવિંદ કેજરીવાલની સરકાર બનાવવા જઈ રહી છે.
બીજી બાજુ 10 વર્ષથી ચાલતી ભાજપની મોદી સરકાર ના તો સારી શાળાઓ બનાવી રહી છે કે ના તો સારી હોસ્પિટલો બનાવી રહી છે. દેશમાં બેરોજગારી ખૂબ જ વધી ગઈ છે, દેશમાં ક્રાઈમ ખૂબ જ વધી ગયો છે, બીજી બાજુ ચીને આપણી જમીન પણ પચાવી પાડી છે એનો મતલબ કે સરહદની રક્ષા પણ મોદી સરકાર કરી શકી નથી. નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈતું હતું, પરંતુ તેમણે ખેડૂતોનું દેવું માફ કર્યું નહીં પરંતુ તેમના માનીતા ઉદ્યોગપતિઓનો દેવું માફ કર્યું છે. આવા બીજા અનેક કારણોને જોઈને આપણે કહી શકીએ છીએ કે નરેન્દ્ર મોદીની સરકાર તદ્દન નિષ્ફળની મળી છે. જ્યારે બીજી બાજુ અરવિંદ કેજરીવાલએ દિલ્હીના મુખ્યમંત્રી પદ પર રહીને ખૂબ જ ઐતિહાસિક કામો કરી બતાવ્યા છે.
આજે નરેન્દ્ર ભાઈ મોદીને 75 વર્ષ પૂરા થયા છે અને 75 વર્ષની ઉંમરએ નિવૃત્તિની ઉંમર છે. નરેન્દ્ર ભાઈ મોદીએ પણ હવે વિચારવું જોઈએ કે દેશને યુવા વ્યક્તિની જરૂર છે, ઈમાનદાર વ્યક્તિની જરૂર છે, જો કોઈ સારો નેતા આવશે અને ભણેલો ગણેલો નેતા આવશે તો દેશમાંથી ભ્રષ્ટાચારને ખતમ કરશે અને હકીકતમાં દેશને વિશ્વગુરુ બનાવી શકશે. અરવિંદ કેજરીવાલપર ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે તેમણે પોતાના પર લાગેલા દાગને હટાવવા માટે રાજીનામું આપ્યું છે, તો હું નરેન્દ્ર ભાઈ મોદીને કહેવા માંગીશ કે તમારી સરકાર પર પણ અનેક દાગ લાગ્યા છે અને મોદી સરકારમાં અનેક કૌભાંડો થયા છે તો જો તમે સાચા હોવ તો એક વખત તમે પણ ખુરશી ખાલી કરી દો અને ત્યારબાદ દેશની જનતા વચ્ચે જઈને મત માંગો, ત્યારબાદ જ દેશની જનતા તમને એક સાચા વડાપ્રધાન તરીકે સ્વીકારશે.