શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમના Melaના પાંચ દિવસમાં ભંડાર, ગાદી, ભેટ કાઉન્ટર, ધાર્મિક સાહિત્ય કેન્દ્રથી રૂપિયા ૧.૯૦ કરોડની આવક થયેલી છે જયારે કુલ ૨૮.૧૫૦ ગ્રામ સોનાનું દાન મળ્યું છે.
Mela: પાંચ દિવસમાં કુલ ૨૨.૩૫ લાખ દર્શનાર્થી : કુલ ૧૨.૦૭૦ ગ્રામ સોનાનું દાન મળ્યું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ-અંબાજી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભંડાર-ગાદી-૫ હજાર ભેટ કાઉન્ટર-ધાર્મિક સાહિત્ય કેન્દ્રથી મેળાના પ્રથમ દિવસે રૂ. ૧૯.૨૫ લાખ, બીજા દિવસે રૂ. ૨૮.૫૦ લાખ, ત્રીજા દિવસે ૪૨.૦૬ લાખ, ચોથા દિવસે રૂ. ૪૮.૧૫| લાખ, પાંચમાં દિવસે રૂ. ૫૨.૯૬ લાખની આવક થઈ હતી. પાંચમાં દિવસે ૧૨.૦૭૦ ગ્રામ સોનાનું દાન પણ મળ્યું હતું. જેની સાથે જ અત્યારસુધી ૨૮.૧૫૦ ગ્રામ સોનાનું દાન મળ્યું છે.
સોમવારે વધુ ૫.૯૮ લાખ યાત્રિકો નોંધાયા હતા. પાંચ દિવસમાં કુલ યાત્રિકોનો આંક ૨૨.૩૫ લાખ થયો છે. પાંચ દિવસમાં ૮૨૦૧ ટ્રીપ દ્વારા બસમાં મુસાફરી કરનારા યાત્રિકો ૩.૫૭ લાખ નોંધાયા છે. આ ઉપરાંત અત્યારસુધી ૧૪.૬૭ લાખ મોહનથાળ પ્રસાદ વિતરણ પેકેટ, ૨૬૪૪૬ ચીકી પ્રસાદ પેકેટ વિતરણ થયેલું છે. ઉડનખટોલામાં ૪૩ હજાર યાત્રિકો નોંધાયા છે.