Jamnagarમાં કડિયાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. રોગચાળો ફાટી નિકળવાનું જોખમ તોળાઈ રહ્યું છે. અતિ ગંદકી અને દુર્ગંધથી પરેશાની થઇ પડી છે. અતિ દુર્ગંધ અને ગંદકીને લીધે રહેવાસીઓ ત્રાહિમામ
Jamnagar કડિયાવાડ વિસ્તારમાં તારમા ભૂગર્ભ ગટર સિસ્ટમ ખરાબ થવાના કારણે સ્થાનિક મહિલાઓ ખૂબ પરેશાન થઈ ગયા છે. શેરી નંબર ૧૦ માં આ સમસ્યા ખાસ | કરીને ગંભીર બની છે, જ્યાં ગટરનું પાણી શેરીમાં ભરાઈ જવાથી રોજિંદુ જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આ સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. તેઓએ સત્તાવાળાઓને આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ| લાવવાની માંગ કરી છે.
આ સમસ્યાના કારણે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર જોખમ પણ ઉભું થયું છે. ભરાયેલા ગટરના પાણીમાંથી દુર્ગંધ આવવાની સાથે સાથે, મચ્છરો અને અન્ય જંતુઓ પણ પેદા થવાની શક્યતા વધી જાય છે, જેનાથી રોગચાળો ફાટવાનું જોખમ રહે છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, આ સમસ્યા ઘણા સમયથી ચાલી આવે છે અને તેમણે અનેક વખત સત્તાવાળાઓને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક રહેવાસીઓએ સત્તાવાળાઓને ઝડપથી કાર્યવાહી કરવાની અને ભૂગર્ભ ગટર સિસ્ટમની સમારકામ કરવાની માંગ કરી છે.