Jasdan મોક્ષધામમાં સૌરાષ્ટ્ર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના એસ.પી.એસ. સંકુલના ૪૫૦ છાત્ર-છાત્રાઓ દ્વારા સ્મશાનમાં સદીઓ જૂની માન્યતા, કુરિવાજો, પરંપરાઓ, અંધવિશ્વાસનું ખંડન કરી મેલી વિદ્યા, ભૂત- પ્રેતનો અગ્નિદાહ આપી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા.
Jasdan: સદીઓ જૂના રદ્દી વિચારોને તિલાંજલિ આપવા, ગેરમાન્યતા, કુરિવાજોને ફગાવવા આહવાન કરાયું
છાત્ર-છાત્રાઓને સ્મશાનમાં લાવવાથી ભય, ડર, ભ્રામકતા વિશે આત્મમંથન થકી સાચી સમજણ કેળવાય તે હેતુથી Jasdan સૌરાષ્ટ્ર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના એસ.પી.એસ. સંકુલ દ્વારા અનેરો કાર્યક્રમ યોજાયો હતો.
પ્રારંભમાં ૪૫૦ છાત્ર-છાત્રાઓને કહેવાતી મેલીવિદ્યાની નનામીને ઉપાડી અંધશ્રદ્ધા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા. નનામીને સ્મશાનમાં લઈ જઈ મેલીવિદ્યાની નનામી, અગોચર શકિત, આસુરી શકિત, ભૂત-પ્રેત, ડાકણ, ચૂડેલનો ભય, ભ્રામકતાને સામુહિક અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
આ તકે ખાટલે અને વિદ્યુત- ઈલેકટ્રીકથી અગ્નિદાહનો તફાવતની જાણકારી આપવામાં આવી હતી. ભૂત- પ્રેત, ડાકણ, ચુડેલ વિગેરે મનની ત્રુટીમાંથી જસદણના એસ.પી.એસ. સંકુલના વિદ્યાર્થીઓએ મેલીવિદ્યાની નનામીને ઉપાડી અંધશ્રદ્ધા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા. (તસવીરઃ ધર્મેશ કલ્યાણી) ઉદભવેલી કાલ્પનિક વાર્તાથી જ છે. હકિકત નથી. તેવી જાણકારી અપાઈ હતી. તથા સદીઓ જુના રદ્દી વિચારોને તિલાંજલિ આપવા, સદીઓથી ચાલી આવતી પરંપરાઓ, ગેરમાન્યતા, કુરિવાજોને ફગાવવા આહવાન કરાયું હતું.