Ahmedabad શહેરના હાંસોલમાં રહેતા યુવકને એડ ફિલ્મના કામ માટે વાયએમસી વાયએમસીએ ક્લબમાં બોલાવીને રૂમમાં સીબીઆઈના નકલી ત્રણ અધિકારીઓને મોકલીને માર મારવાના કેસના મુખ્ય આરોપી કપિલ ત્રિવેદીની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે હાંસોલમાં રહેતા સુમિતને કપિલના દુરના એક સગાની દીકરી સાથે પ્રેમસંબંધ મધ હતો. હતા. જેથી જેથી યુવતી યુવ સાથે સંબંધ ન રાખવા બાબતે તેને ધમકાવવા માટે એડ ; બનાવવા માટેની મિટીંગ અંગેનો ખોટો ફોન કરીને ક્લબમાં બોલાવ્યો હતો.
Ahmedabad: ફરિયાદીને દૂરના સગાની દીકરી સાથે સંબંધ હોવાથી તેને ધમકાવવા માટે બોલાવ્યો હતો
હાંસોલ વિસ્તારમાં રહેતા સુમિત | ખાટવાણીને એડ ફિલ્મના શુટીંગના પ્રોજેક્ટની મિટીંગ માટે વાયએમસીએ ક્લબના રૂમમાં બોલાવીને ત્યાં સીબીઆઇના નકલી અધિકારીઓની રેઇડ | કરાવવાના મામલે વઢવાણ નગર| પાલિકાના કાઉન્સીલર હિતેન્દ્રસિંહ મોરી, વિરેન્દ્રસિંહ ચાવડા અને ધનરાજસિંહ રાઠોડને ઝડપીને પુછપરછ કરી હતી. જેમા પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા કપિલ | ત્રિવેદીની સંડોવણી ખુલી હતી. જેના આધારે આનંદનગર પોલીસે સોમવારે
કપિલ ત્રિવેદીની ધરપકડ કરી હતી. તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે સુમિતને તેના એક દુરના સગાની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. જેથી સુમિત યુવતી સાથે સંબંધ ન રાખે તે બાબતે ધમકાવવા માટે તેને એડ ફિલ્મ અંગે મિટીંગનો ખોટો કોલ કરીને વાયએમસીએ ક્લબમાં કપિલે તેને બોલાવીને તેના મિત્રોની મદદ લઈને સીબીઆઈની ખોટો રેઈડ કરાવીને તેને માર મારીને ધમકાવ્યો હતો. આ અંગે આનંદનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.