ભાજપ સરકાર વારંવાર પોતાનું તાનાશાહીભર્યું વર્તન દેખાડતી હોય છે. ભાજપ સરકાર દ્વારા પોલીસનો દુરુપયોગ કરીને વારંવાર લોકોનો અવાજ દબાવી દેવાની કોશિશ કરવામાં આવતી હોય છે અને આજે ફરી એકવાર ભાજપ સરકારે તાનાશાહીભર્યું વર્તન કર્યું છે. આજે પોલીસ દ્વારા ભાજપ સરકારના ઈશારે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ CYSSના પ્રમુખ યાત્રિક પટેલની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદની રામોલ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે યાત્રિક પટેલની અટકાયત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS અવારનવાર વિદ્યાર્થીઓના મુદ્દે, શિક્ષણના મુદ્દે, રોડ રસ્તા મુદ્દે, ભ્રષ્ટાચાર મુદ્દે અવાજ ઉઠાવતી આવી છે. માટે સરકારે આજે આમ આદમી પાર્ટીથી અને CYSSથી ડરીને આ ગેરકાયદેસર અટકાયત કરી છે.
જ્યારે અટકાયતનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે, માટે CYSSના પ્રમુખ યાત્રિક પટેલની અટકાયત કરવામાં આવી છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે CYSS દ્વારા કે આમ આદમી પાર્ટીના કોઈપણ વીંગ દ્વારા કોઈપણ પ્રકારના પ્રોગ્રામનું કે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું નથી, તેમ છતાં પણ સરકારે ગેરકાયદેસર રીતે યાત્રિક પટેલની અટકાયત કરી છે. અમે ગુજરાત સરકારના આ પગલાને સખત શબ્દોમાં વખોડીએ છીએ, કારણકે કોઈપણ નિર્દોષ વ્યક્તિની કોઈપણ કારણ વગર આ રીતે અટકાયત કરવામાં આવે અને તેના અને તેના પરિવારને હેરાન પરેશાન કરવામાં આવે તે કોઈપણ રીતે યોગ્ય નથી. આમ આદમી પાર્ટી યાત્રિક પટેલની સાથે હરહંમેશ ઉભી છે. ગુજરાતની જનતા અને ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની આ તમામ હરકતોને જોઈને ભાજપની અસિયત જાણી ગયા છે અને આવનારા સમયમાં આયોજિત ચૂંટણીઓમાં ગુજરાતના લોકો ભાજપ સરકારની આવી હરકતોની સામે જવાબ આપશે.