Canada: કેનેડાના બ્રિટિશ કોલંબિયાના દરિયાકાંઠાના શહેર પોર્ટ મેકનીલમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટીથી નીચે 10 કિમી (6.2 માઇલ) ની ઊંડાઇએ હતું. ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
કેનેડાના બ્રિટિશ કોલંબિયાના દરિયાકાંઠાના શહેર પોર્ટ મેકનીલમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટીથી નીચે 10 કિમી (6.2 માઇલ) ની ઊંડાઇએ હતું.
સુનામી અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી
યુએસ નેશનલ સુનામી સેન્ટરે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી નથી. ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.