Vadodara જિલ્લામાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના પગલે કેટલાંક સ્થળોએ છમકલાને ધ્યાનમાં રાખી લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બહારથી એસઆરપીની બે પ્લાટૂન પણ મળતાં જિલ્લામાં એસઆરપી જવાનોને બંદોબસ્તમાં ગોઠવવામાં આવશે.
Vadodara: એસઆરપીની એક સાવલી અને બીજી પ્લાટૂન પાદરામાં રહેશેઃ જુલૂસ અને વિસર્જનયાત્રા પર નજર રાખવા ધાબા પોઈન્ટ નક્કી કરાયા
ઉલ્લેખનીય છે કે Vadodara જિલ્લામાં ૧૪ | પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૧૦૪૩ | ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે વડુ પોલીસ સ્ટેશન હદમાં ૧૪૯ અને ડેસર પોલીસ સ્ટેશન હદમાં સૌથી ઓછી ૨૦ ગણેશ પ્રતિમાનું સ્થાપન કરાયું છે. આ ઉપરાંત કરજણ તાલુકામાં ૧૪૨, પાદરા પો.સ્ટે. વિસ્તારમાં ૧૨૪ અને ડભોઈ પો.સ્ટે. હદમાં ૧૧૫ મૂર્તિઓ બેસાડવામાં આવી છે. આ તમામ ગણેશ પ્રતિમાનું વિસર્જન મંગળવારે નર્મદા નદી, મહી નદી, ઓરસંગ નદી તેમજ નજીકના જળાશયોમાં થશે.
ઇદે મિલાદ હોવાથી મુસ્લિમ સમુદાય તરફથી જુલૂસ કાઢવામાં આવે છે. જિલ્લામાં કુલ ૭૯ સ્થળોએ જુલૂસ નીકળવાના છે જે ૪૩ સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થવાના છે. જુલૂસ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે. પોલીસ દ્વારાઅત્યારથી જ બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.સાવલી, ડેસર, પાદરા, ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અગાઉ કોમી છમકલા થયા હોવાથી આવી કોઇ ઘટના ના બને તે માટે પોલીસ એલર્ટ બની ગઇ છે અને બંને કોમના ઉત્સવો શાંતિથી પૂર્ણ થાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે.
ડીએસપી રોહન આનંદે જણાવ્યું હતું કે | બે દિવસ સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યો છે કુલ બે હજાર જેટલા સુરક્ષા કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કોઈ અનિચ્છનીય ઘટના બને તો તુરંત તેને ડામી દેવા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે અમને સરકાર તરફથી એસઆરપીની બે પ્લાટૂન પણ મળી છે એક પ્લાટૂનને સાવલી તેમજ બીજી પ્લાટૂનને પાદરા પોલીસ સ્ટેશન હદમાં બંદોબસ્ત માટે ગોઠવવામાં આવશે. આ ઉપરાંત ધાબા પોઇન્ટ, ડીપ પોઈન્ટ પર પોલીસ કેમેરાથી નજર રાખશે.