Porbandarના બોખીરામાં આવાસ યોજના નજીક બોલેરોમાંથી પોલીસે ૧૪૦૪ બોટલ વિદેશી દારૂ સહિત ૮૪૯૬૦૦નો મુદામાલ પકડી પાડયો છે અને જેણે માલ મંગાવ્યો હતો તે ઈસમનું નામ ખુલતા તેની સામે પણ ફરિયાદ નોંધાવાઈ છે.

Porbandar: બોખીરાના શખ્સે દારૂ મંગાવ્યાનું ખુલ્યું વિદેશી દારૂની મળી આવી હતી. આથી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં | હતી ત્યારે કે. કે. નગરથી આવાસ તરફ જતા રસ્તે એક બોલેરો વાનમાં દારૂની હેરાફેરી થવાની છે. તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બોખીરાની કન્યાશાળા પાસે રબારી કેડામાં રહેતો લાખા જીવા મારુ બોલેરો લઈને પસાર થતા પોલીસે તેને અટકાવ્યો હતો.

બોલેરોની તલાસી લેતા અલગ અલગ બ્રાન્ડની ૧૪૦૪ બોટલ પોલીસે બોલેરો અને ૩.૪૯ લાખનો દારૂ સહિત ૮,૪૯,૬૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. અને લાખા મારુની પૂછપરછ કરતા આ દારૂ રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ બોખીરામાં રહેતા નાગા કિશન મકવાણાએ મંગાવ્યાની કબૂલાત કરતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.