જૂનાગઢની તરૂણીને Rajkotના શખ્સે પ્રેમજાળમાં ફસાવી તેની ઓર દુષ્કર્મ આચરી મિત્રોને હવાલે કરી દેહવિક્રયના ધંધામાં ધકેલી દીધી હતી. આ પ્રકરણમાં બે શખ્સની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. આજે જૂનાગઢ એ ડીવીઝન પોલીસે રાજકોટની હોટલમાં તપાસ શરૂ કરી હતી.

હજુ એક ડઝન જેટલા શખ્સોની શોધખોળ, ધરપકડ કરાયેલા બે શખ્સની પૂછપરછ

જૂનાગઢમાં રહેતી તરૂણીને Rajkotના અરબાજ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી અને ગત તા.ર૦ના અપહરણ કર્યું હતું. જૂનાગઢ તથા Rajkotમાં દુષ્કર્મ આચર્યા બાદ અરબાજે તરૂણીને તેના મિત્રોના હવાલે કરી દીધી હતી. આકાશ । નામના શખ્સે તરૂણીને દેહવિક્રયના ધંધામાં ધકેલી દીધી હતી.

પોલીસ તપાસ દરમ્યાન તરૂણી રાજકોટમાં હોવાની માહિતી મળતા ત્યાંથી તરૂણીનો કબ્જો મેળવી પૂછપરછ કરતા તરૂણીએ રેહાન યુનુસ, અરબાજ મુલતાની, અરવિંદ સિંધી, અયાન મુલતાની, આકાશ, સત્યમ, સત્યમનો મિત્ર, અંશુ તેમજ ચારથી પાંચ અજાણ્યા શખ્સોએઅલગ-અલગ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાનું જણાવતા પોલીસે આ શખ્સો સામે પોક્સો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો હતો. ગઈકાલે રિહાન ઉર્ફે રેહાન અને કિરણ બિષ્ટની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી.

એ ડીવીઝન પીઆઈ બી.બી. કોળીએ જણાવ્યું હતું કે, આજે રાજકોટની હોટલમાં તપાસ કરવામાં આવી રહી છે. બે શખ્સ પકડાયા છે બાકીના ૧૨ શખ્સોને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.