Jamnagar નજીક દરેડ જીઆઈડીસીમાં આવેલા એક કારખાનામાં ગત મંગળવારે મોડી રાત્રે કોઈ તસ્કરે શટરના નકુચા તોડી પ્રવેશ કર્યા પછી અંદરથી રૂા. ૨,૪૪,૬૨૦ની કિંમતના પિત્તળના સામાનની ચોરી કરી લઈ ગયા હતાં, જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે. અને ચોરાઉ સામગ્રી સાથે બે તસ્કરોને ઝડપી લીધા છે. રૂા. ૨.૪૪ લાખની કિંમતનો ૪૫૩ કિલો પિત્તળનો સામાન ઉસેડી જનાર બન્ને શખ્સો પાસેથી મુદામાલ રિકવર કરાયો.
Jamnagar કાલાવડ રોડ પર આળેલા | મોરકંડા ગામમાં રહેતા અને દરેડ જીઆઈડીસીમાં દિવ્યેશ બ્રાસ નામનું કારખાનું ચલાવતા અમૃતભાઈ રણછોડભાઈ સોનગરા નામના કારખાનેદાર મંગળવારે રાત્રે કારખાનું બંદ કરીને ઘેર ગયા હતાં. તે પછી રાત્રિના પોણા નવ વાગ્યાથી બીજા દિવસના સવારે નવ વાગ્યા દરમિયાન કારખાનામાં ત્રાટકેલા તસ્કરો રૂા. ૨.૪૪ લાખનો ૪૫૩ કિલો પિત્તળનો સામાન ઉઠાવી ગયા હતાં. જેથી પંચકોશી બી.ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદી ઉકેલી નાખ્યો હતો. જે કારખાનામાં ચોરી થઈ હતી, તેની બાજુના કારખાનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ નિહાળ્યા હતાં, જેમાં એકસેસ સ્કૂટરમાં બે તસ્કરો ચોરી કરવા માટે આવ્યા હોોનું ધ્યાનમાં આવ્યું હતું.
જે તસ્કરોએ સૌ પ્રથમ એક વખત પિત્તળના સામાનની ચોરી કરીને નીકળ્યા બાદ દસ મિનિટ પછી ફરીથી આવ્યા હતાં, અને બીજી વખત બાકીનો સામાન લઈને ફરીથી ચોરી કરીને ગયા હતાં. જેના વાહનના નંબરના આધારે પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને બંને તસ્કરો જામનગર નજીક મસીતીયામાં રહેતા અજીમ યુસુફભાઈ ખીરા તેમજ દરેડમાં રહેતા વિપુલ અરવિંદભાઈ ચુડાસમાને અટકાયતમાં લઈ લીધા હતાં, અને તેઓ પાસેથી ૨.૪૪ લાખની કિંમતનો માલ સામાન કબજે કરી લીધો હ