Ambaji: શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમના પારંપરિક | મેળામાં બે દિવસમાં પાંચ લાખથી વધુ દર્શનાર્થીઓ નોંધાઈ ચૂક્યા છે.
Ambaji: બે દિવસમાં ૫૨૧ ધજારોહણ, ૪.૦૫ લાખ પેકેટથી વધુ મોહનથાળના પેકેટનું પ્રસાદ વિતરણ
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પાસેથી માહિતી અનુસાર શુક્રવારે સાંજે પાંચ સુધી ૩.૦૫ લાખ દર્શનાર્થી નોંધાયા હતા. અગાઉ ગુરુવારે મેળાના પ્રથમ દિવસે યાત્રિકોની સંખ્યા ૧.૯૩ લાખ હતી. આમ, કુલ યાત્રિકોનો આંક ૪.૯૮ લાખ થયો છે. ઉડનખટોલામાં પ્રથમ દિવસે ૨૬૪૫જ્યારે શુક્રવારના બીજા દિવસે ૭૨૧૯ યાત્રિકો નોંધાયા હતા. બીજા દિવસે ૩૩૧ સહિત કુલ ૫૨૧ ધજારોહણ થયેલા છે.
બે દિવસમાં ૯૨૫૦૦ યાત્રિકોએ ભોજનપ્રસાદ લીધો હતો. જેમાં શુક્રવારે ૬૫ હજાર યાત્રિકોનો સમાવેશ થાય છે. ગુરુવારે ૧.૬૮ લાખ, શુક્રવારે ૨.૩૭ લાખ મોહનથાળના પ્રસાદ વિતરણનું પેકેટ થયું હતું. બે દિવસમાં ૭૬૦૯ ચીકી પ્રસાદ વિતરણ થયું છે. આ ઉપરાંત અત્યારસુધી કુલ ૧ ગ્રામ સોનાની આવક થઈ છે.