Ahmedabad અમદાવાદ-ભુજ વચ્ચે ૧૬ સપ્ટેમ્બરથી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ થઈ જશે. ૩૩૪ કિલોમીટરની રૂટની આ ટ્રેનમાં ઈકોનોમી ક્લાસમાં રૂપિયા ૧૦૫૨ અને પ્રીમિયમ ક્લાસમાં રૂપિયા ૧૮૬૯નું ભાડું રહે તેવી સંભાવને છે. આ સ્થિતિએ ઈકોનોમી ક્લાસના મુસાફરોએ પ્રતિ કિલોમીટરનું રૂપિયા ૩.૧૪નું જ્યારે પ્રીમિયમ ક્લાસના મુસાફરોએ રૂપિયા ૫.૯૫નું ભાડું ચૂકવવું પડશે.

૩૩૪ કિર્લોમીટરનું અંતર ૫.૪૫ કલાકમાં કાપશે : મુસાફરોની ૪૫ મિનિટ બચશે

Ahmedabad: આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દેશની આ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન છે. અમદાવાદથી આ ટ્રેન સાંજે ૫:૩૦ના રવાના થઈને સાંજે ૪૫:૪૦ના સાબરમતી, સાંજે ૫:૪૭ના ચાંદલોડિયા પહોંચશે. સાબરમતી અને ચાંદલોડિયા સ્ટેશનમાં આ ટ્રેન ૨-૨ મિનિટ ઉભી રહેશે. આ ટ્રેન રાત્રિના ૯:૫૦ના ગાંધીધામ જ્યારે રાત્રે ૧૧:૧૦ના ભુજ પહોંચશે.

બીજી તરફ ભુજથી આ ટ્રેન સવારે ૫:૦૫ના રવાના થઈને સવારે ૫:૫૫ના ગાંધીધામ અને સવારે ૧૦:૫૦ના અમદાવાદ પહોંચશે. આમ, આ ટ્રેનથી અમદાવાદ- ભુજનું અંતર ૫.૪૫ કલાકમાં કાપી શકાશે. હાલ કચ્છ એક્સપ્રેસમાં આ અંતર કાપવામાં વંદે મેટ્રો ટ્રેનનું અમદાવાદથી શેડ્યૂલ

સાંજે ૫:૩૦થી પ્રારંભ, સાંજે ૫:૪૦ સાબરમતી, સાંજે ૫:૪૭ ચાંદલોડિયા, સાંજે ૬:૨૬ વિરમગામ,, સાંજે ૭:૧૯ના ધ્રાંગધ્રા, રાત્રે ૭:૪૯ના હળવદ, રાત્રે ૮:૫૫ના સામખિયાળી, રાત્રે ૯:૧૩ના ભચાઉં, રાત્રે ૯:૫૦ના ગાંધીધામ, રાત્રે ૧૦:૧૮ના અંજાર, રાત્રે ૧૧:૧૦ના ભુજ. ૬.૩૦ કલાકનો સમય થાય છે. આમ, મુસાફરોની ૪૫ મિનિટ બચશે. વંદે મેટ્રો સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજારમાં ઉભી રહેશે.