શું જ્યારે યુરિક એસિડ વધી જાય ત્યારે લીંબુ પાણી પીવું જોઈએ કે નહીં?
નિષ્ણાંતો અનુસાર લીંબુનું પાણી યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને લોહીના પીએચ સ્તરને વધારે છે. તેની મદદથી યુરિક એસિડનું સ્તર ઘટે છે.
1 ગ્લાસ ઉકાળેલું અથવા ઠંડુ પાણી લો. હવે તેમાં લીંબુનો રસ, મધ અને કેટલાક ફુદીનાના પાન નાખીને પીવો.
લીંબુમાં વિટામિન સી અને સાઇટ્રિક એસિડ હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડની માત્રા ઓછી થાય છે.
ફુદીનાના પાન કુદરતી ઠંડક આપનાર છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે.
તેના સેવનથી ઉચ્ચ યુરિક એસિડના જોખમને ઘટાડવામાં મદદ મળે છે.
મધમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે.