Rajkot સેવ, ભાવનગરી આ બજારમાં ગાંઠિયા, ચવાણુ જેવા ફરસાણના ભાવ કિલોના રૂ।.૨૫૦ આસપાસ હોય છે, ભજીયા રૂા. ૩૫૦ના વેચાય છે ત્યારે મેથી અને કોથમીરના ભાવ તેનાથી પણ વધી ગયા છે. રાજકોટમાં છૂટક બજારમાં મેથી કે કોથમીર એક કિલોના ભાવ રૂા. ૪૦૦ને પાર થયા છે.

Rajkot યાર્ડના સૂત્રો અનુસાર મેથીના ભાવ આજે સૌથી વધુ પ્રતિ મણ રૂા.૩૫૦૦- ૪૫૦૦ અને કોથમીરના ભાવ રૂ।.૩૦૦૦-૪૦૦૦ પ્રતિ મણ નોંધાયા હતા. જીરુને બાદ કરતા યાર્ડમાં આવતા તમામ અનાજ,તેલિબિયા, કઠોળ સહિતની શાકભાજીમાં મેથી સૌથી મોંઘી છે. વળી, ભાવ છૂટક બજારમાં બમણાં કે વધુ હોય છે. અતિશય ભારે વરસાદથી હાલ જેનીસીઝન હોવાથી સસ્તા હોય તે લીંબુના ભાવ પણ યાર્ડમાં રૂા.૧૫૦૦થી ૨૬૦૦ પહોંચ્યા છે.

ઉપરાંત અન્ય શાકભાજી પણ મોંઘુદાટ થયું છે, જેમાં સુરણ, રીંગણા, ટીંડોળા, સરગવો, તુરિયા, પરવર, કંટોળા, ગુવાર, વાલોળ, ચોળાસિગ સહિત તમામ શાકના અને શાકમાં નંખાતા આદુ,લીલા મરચા વગેરેના ભાવ પણ પ્રતિ મણ રૂા.૧૦૦૦ કે તેને પાર થયા છે. જેના પગલે કાઠીયાવાડની થાળીમાં લીલા શાકભાજીની જગ્યાએ હવે ગૃહિણીઓ ઢોકળી, કઠોળ, કેળા, દુધી, કારેલા જેવું શાક વધુ બનાવે છે. લીંબુ, રીંગણાં, ગુવાર, વાલોળ, સરગવો, તુરીયા, પરવર, કંટોળા..બધું મોંઘું