Vadodaraમાં વિશ્વાશ્ત્રીના વિનાશક પૂરે તારાજી વેરતા નુકસાનની ભરપાઇ થાય તે માટે તા.૧૨ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ જન આક્રોશ રેલી યોજાશે. તા.૧૨ના રોજ રેલીમાં પ્રદેશના નેતાઓ હાજર રહી પૂરતા વળતરની માગ કરશે.

Vadodara: બપોરે ૧ વાગે સયાજી નગરગૃહ -, અકોટાથી રેલી નીકળી કલેકટર ઓફિસ જશે. જયાં શહેરીજનોને થયેલા નુકસાન માટે સરકારને રજૂઆત કરાશે. આ રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી, ગુજરાતના પ્રભારી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષના વિધાનસભાના નેતા પણ જોડાશે.

આજરોજ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના શહેર પ્રમુખ અને કોર્પોરેશનમાં કોંગ્રેસના નેતાએ જણાવ્યુ હતું કે વડોદરાનું પૂર સરકાર, પાલિકા અને માનવ સર્જિત હતું. જેનો સામનો કરવામાં લોકોને ખૂબ તકલીફો પડી છે. ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘર વખરીનો સામાન, વાહનો, | વ્યાપારીઓને પોતાના માલ સામાન અને દુકાનોનું નકસાન થયું છે. પાણી ઓસરી ગયા પછી સફાઈ કામગીરી સ્વયંભુ કરવામાં આવી હતી. ભાજપ સરકાર દ્વારા આત્મનિર્ભર બનવા માટે જે હાકલ કરાઇ હતી. તેનું આ ઉદાહરણ છે.

ટ્રિપલ એન્જિનની ભાજપ શાસિત સરકારમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા વળતરના ભાગ રૂપે ૧૮ વર્ષની ઉપરની વ્યકિત માટે ૧૦૦, અને ૧૮ વર્ષથી નીચેની વ્યકિત માટેરૂા.૬ તેમજ ઘરવખરી માટે રૂા.૨૫૦૦ જાહેર કરવામાં આવ્યા છે, જે યોગ્ય નથી. લોકોને જે નુકસાન થયું છે તે જાણવા માટે કોંગ્રેસ દ્વારા ગૂગલ ફોર્મ પણ લોંચ કરવામાં આવ્યું છે. જેના પર લોકોને જે નુકસાન થયું છે, તેની વિગતોને અપલોડ કરી શકશે.