Delhi: પાકિસ્તાનમાં બુધવારે આવેલા ભૂકંપના કારણે દિલ્હી-NCR અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હતું અને તેની ઊંડાઈ 33 કિમી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. ઇસ્લામાબાદ અને લાહોરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બપોરે 12.58 કલાકે આવ્યો હતો.


બુધવારે બપોરે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે.
ઇસ્લામાબાદ અને લાહોરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપ બપોરે 12.58 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર પાકિસ્તાનમાં હતું અને તેની ઊંડાઈ 33 કિમી હતી. આ માહિતી Sismo.gov ની સાઈટ પર પણ ઉપલબ્ધ છે.