Rajkot: સાયબર ફ્રોડના કેસમાં ધરપકડ અને હેરાનગતિ નહીં કરવા બદલ રાજકોટવાસી પાસેથી રૂા. ૧૦ લાખની લાંચની માગણી કરનાર મુંબઈના માટુંગા પોલીસ મથકના પીઆઈ દિગંબર પાગરને સસ્પેન્ડ કરી દેવાયા છે. રિમાન્ડ પર રહેલો વચેટિયો મારી ભૂલ થઈ ગઈ તેમ કહી દડદડ આંસુ સારી રહ્યો છે. મુંબઈના માટુંગા પોલીસ મથકમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રાજકોટમાં રહેતાં ફરિયાદીની ધરપકડ અને હેરાનગતિ નહીં કરવા બદલ પીઆઈ પાગર વતી રૂા. ૧૦ લાખની લાંચ લેતાં વચેટીયા જયમીન સાવલીયાને ગઈ! તા.દનાં રોજ રેસકોર્સ રીંગ રોડ પરથી એસીબીએ ઝડપી લીધો હતો.

Rajkot: તે સાથે જ એસીબીની એક ટીમ પીઆઈ પાગરને ઝડપી લેવા માટે મુંબઈ રવાના કરવામાં આવી હતી. પરંતુ પીઆઈ પાગર ભાગી જતાં હાથમાં આવ્યા ન હતા. તેણે પોતાનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. તેના ઘરેથી પણ મળ્યા ન હતા. આ સ્થિતિમાં એસીબીની ટીમને નિરાશા હાથ લાગી હતી. આમ છતાં એસીબીની ટીમે હજુ મુંબઈમાં જ ધામા નાખ્યા છે.

આ ઘટનાક્રમ વચ્ચે આજે પીઆઈ પાગરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. તેનો વચેટીયો જયમીન હાલ એસીબી પાસે રિમાન્ડ પર છે. તે સતત પોતાની ભૂલ થઈ ગયાનું રટણ કરી આંસુ સારી રહ્યો છે.