કાલાવડ તાલુકામાં આવેલા જૂના અને નવા Ranuja Dhamમાં સમાધિ ઉત્સવ નિમિત તા.૧૨થી ૧૪ ત્રણ દિવસ સુધી જુદા જુદા | કાર્યક્રમો નક્કી થયા છે. પ્રસંગે હજારો ભવિકો ઉમટી પડશે. આ જૂના Ranuja Dhamમાં રામા મંડળ, કાનગોપી અને ભજનનો કાર્યક્રમ જ્યારે નવા રણુજાધામમાં શોભાયાત્રા તથા સમાધિ ઉત્સવ જૂના રણુજાધામમાં વર્ષ દરમિયાન | અનકે ધાર્મિક ઉત્સવો ઉજવાય છે.

જેમાં બાર બીજની ઉજવણી કરી ધ્વજારોહણ કરાય છે. દર માસની શુદ એકમના દિવસે રામદેવજી મહરાજનો પાઠ યોજાય છે. નૂતન વર્ષે અન્નકૂટ ધરાય છે. તેમજ અષાઢી બીજ ઉજવાય છે. અહીં તા.૧૨થી ૧૪ દરમિયાન ત્રણેય દિવસ રામા મંડળ, કાનગોપી, ભજનના કાર્યક્રમ થશે.

તેમજ દરરોજ મહાપ્રસાદ કાર્યક્રમ થશે. જયારે કાલાવ નજીક નવા રણુજા ધામમાં રામદેવજી મહારાજની શોભાયાત્રા, સમાધિ ઉત્સવ, ધ્વજા રોહણ કાર્યક્રમ થશે. રાત્રિના સંતવાણીમાં ભજનની રમઝટ બોલશે. આ નિમિતે સ્થાનિક લોકમેળાનું પણ આયોજન થયું છે. તમામ પ્રસંગોમાં સૌરાષ્ટ્રભરમાંથી ભવિકો ઉમટી પડશે.