Elon Musk: અદાણી હાલમાં 100 બિલિયન ડોલરથી થોડી ઓછી સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 13મા ક્રમે છે.

ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા અને રોકેટ કંપની સ્પેસએક્સના માલિક Elon Musk વર્ષ 2027 સુધીમાં વિશ્વના પ્રથમ ‘ખરબપતિ’ બની શકે છે. આનો અર્થ એ થયો કે તેમની સંપત્તિ $1,000 બિલિયનને વટાવી જશે. ‘ઈન્ફોર્મા કનેક્ટ એકેડમી’ના રિપોર્ટ અનુસાર, ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આવતા વર્ષે (2028) આ દરજ્જો હાંસલ કરી શકે છે, જ્યારે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી વર્ષ 2033માં આ દરજ્જા પર પહોંચી શકે છે. 

અદાણી પણ 2028 સુધીમાં ટ્રિલિયોનેર બની જશે

અહેવાલમાં જણાવાયું છે કે 237 અબજ યુએસ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મસ્કને વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બનવા માટે ત્રણ વર્ષમાં સરેરાશ વાર્ષિક 110 ટકાના દરે વૃદ્ધિ કરવાની જરૂર છે. રિપોર્ટ અનુસાર, જો અદાણીના વૈવિધ્યસભર બિઝનેસ ગ્રૂપની વૃદ્ધિ વર્તમાન સરેરાશ વાર્ષિક 123 ટકાના દરે ચાલુ રહે છે, તો તે વર્ષ 2028 સુધીમાં વિશ્વના બીજા ‘ટ્રીલિયોનેર’ બની શકે છે. અદાણી હાલમાં 100 બિલિયન ડોલરથી થોડી ઓછી સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 13મા ક્રમે છે. 

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ 

રિપોર્ટ અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચીફ અંબાણી 2033માં ટ્રિલિયોનેરનો દરજ્જો હાંસલ કરી શકે છે. હાલમાં તેઓ 111 બિલિયન ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.