Amreli: શનિવારે ચિતલ નજીક રાંઢિયા ગામે ન્હાવા પડેલા બાળકો પૈકી બે પિતરાઈ ભાઈ ડૂબી જવાની ઘટના બની હતી. જેમાં એકનું મૃત્યુ નિપજ્યાની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં આજે અમરેલી નજીકના લાલાવદર ગામે રવિવારની રજા સબબ ઘરે રહેલા વિદ્યાર્થીઓ પૈકીના ૬ વિદ્યાર્થીઓ સ્થાનિક તળાવમાં ન્હાવા ગયા પછી એક બાળકનું ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
Amreli તાલુકાના લાલાવ દર ગામે તળાવમાં પથી ૬ જેટલા વિદ્યાર્થીઓ ન્હાવા માટે ગયા હતા તેમાં તળાવના ઉંડા ખાડામાં ડૂબી જવાથી આદિવાસી પરિવારના બાળકનું મોત થતાં શોકનો 937 માહોલ છવાયો વાયો હતો.
અમરેલી તાલુકાના લાલાવદર ગામે રહેતા આદિવાસી અર્જુન બારૈયા (ઉ.વ.૧૧) ધો. ૬માં અભ્યાસ કરતો હતો તે અને તેના મિત્રો લાલાવદર ગામે આવેલા તળાવમાં મીનુન્હા i ન્હાવા માટે ગ ટે ગયા હતા. ત્યારે અર્જુન બારૈયા નામનાં બાળક તળાવમાં આવેલ ઉંડા ખાડામાં ડૂબી જતાં મોત થયું હતું. આ ઘટનાની જાણ લાલાવદર ગામમાં થતા ગામલોકો આ તળાવ પાસે આવી અર્જુનના મૃતદેહને બહાર કાઢી અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ અમરેલી પોલીસમાં થતાં અમરેલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.