Abu Dhabiના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. અહીં તેઓ પીએમ મોદી સહિત ઘણા મોટા નેતાઓને મળશે.
Abu Dhabiના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. તેઓ ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું.
Abu Dhabi ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. ક્રાઉન પ્રિન્સ સાથે UAEના અનેક મંત્રીઓ અને એક બિઝનેસ ડેલિગેશન પણ ભારત આવ્યું છે. તેઓ આવતીકાલે (સોમવારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરશે.
ક્રાઉન પ્રિન્સ રાજઘાટની પણ મુલાકાત લેશે
ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટની મુલાકાત લેવાના છે. મંગળવારે, શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે મુંબઈની મુલાકાત લેશે, જેમાં બંને દેશોના બિઝનેસ લીડર્સ હાજરી આપશે.
ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂતી મળશે
તમને જણાવી દઈએ કે, તાજેતરના વર્ષોમાં, ભારત અને UAE વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી રાજકારણ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના ઘણા ક્ષેત્રોમાં ગાઢ બની છે. ક્રાઉન પ્રિન્સની મુલાકાત ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારી માટેના માર્ગો ખોલશે.