AHMEDABAD: ગુજરાતમાં અંધશ્રધ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાવવા દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત સરકાર તરફથી અદાલતને જણાવાયું હતું કે, રાજય સરકાર દ્વારા બ્લેક મેજીક અને અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાંખવા અને નાથવા માટેનો કાયદો વિધાનસભામાં પસાર કરી દેવાયો છે. જેને પગલે હાઈકોર્ટે આ નવા કાયદાને બહોળી પ્રસિધ્ધિ આપી લોકોમાં જાગૃતતા આવે તે માટેના પ્રયાસો કરવા નિર્દેશ કરવા સાથે જાહેરહિતની રિટ અરજીર્નો નિકાલ કર્યો હતો.
સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે, વિધાનસભામાં કાળા જાદુના દૂષણને નાથવા કાયદો પસાર કરાયો છે
AHMEDABAD: ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ખાસ કરીને અરજદારપક્ષનો આ પ્રકારનો મુદ્દો અદાલત સમક્ષ લાવવા બદલ આભાર માન્યો હતો. જેને પગલે અરજદારપક્ષ તરફથી પણ અદાલતની ઉદારતાને લઇ આભાર વ્યક્ત કરાયો હતો અને સરકારના કાયદો પસાર કરવાના હકારાત્મક અભિગમને બિરદાવાયો હતો.
સરકારપક્ષ દ્વારા ગત સુનાવણીમાં જ સ્પષ્ટ કરી દેવાયું હતું કે, રાજયમાં અધશ્રધ્ધા અને કાળા જાદુ-મેલીવિદ્યાના દુષણને નાથવા સરકાર કાયદો લાવશે. જે મુજબ, મુખ્ય સરકારી વકીલ જી.એચ.વિર્ક તરફથી અદાલતને | માહિતગાર કરાઈ હતી કે, સરકાર દ્વારા | ગુજરાત માનવ બલિદાન અને બીજી | અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું | નિર્મૂલન કરવા બાબતનો કાયદો (ધી | ગુજરાત પ્રિવેન્શન એન્ડ ઈરેડિકેશન | ઓફ હ્યુમન સેક્રિફાઇસ એન્ડ અધર ઈનહ્યુમન, એવીલ એન્ડ અઘોરી | પ્રેકટીસ એકટ) કાયદો લાવી દેવાયો છે અને તે ગેઝેટમાં પણ તા. ૨જી સપ્ટેમ્બરે પ્રસિધ્ધ કરી દેવાયો છે. આમ, આ કેસમાં કાયદો અમલી બનતાં હુઈકોર્ટે | જાહેરહિતની રિટનો નિકાલ કર્યો હતો.