Jamnagar: સૌરાષ્ટ્રમાં શનિવારે ગણેશ ચતુર્થીનાં શુભ દિવસે ‘ગણપતિ બાપ્પા મોરિયા’નાં નાદ સાથે દરેક શહેરો-ગામોમાં સેંકડો ઘરો અને શેરી-મહોલ્લામાં ભગવાન દુંદાળાદેવું ભાવભેર સ્થાપન કરીને ગણેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હવે ૩ થી લઇને ૧૦ દિવસ સુધી પૂજન-અર્ચન સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ ભક્તિસભર માહોલમાં ગણએશ વિસર્જન કરવામાં આવશે. Jamnagarમાં પ્રાચીન ગણપતિ મંદિર અને ચાંદી બજારમાં ગણેશ પંડાલ ખાતે ભાવિકો દર્શનાર્થે ઉમટયા હતા. ધોરાજીનાં સુપેડી ગામે રાજાશાહી વખતનાં સુપેડીમાં ગણપતિ મંદિરે શ્રધ્ધાળુઓની ભીડ જામી હતી, એ જ રીતે ખંભાળિયા, દ્વારકા, જેતપુર, મોરબી, જામકંડોરણા સહિતના શહેરો-ગામોમાં પણ ભક્તિભાવ સાથે ગણેશ સ્થાપન કરવામાં આવ્યા છે. જ્યાં દરરોજ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.

Jamnagarમાં યોજાઈ ઓપન સૌરાષ્ટ્ર લાડુ આરોગવાની હરિફાઈઃ ૧૨ લાડવા આરોગી પ્રૌઢ બન્યા પ્રથમ વિજેતા

જામનગરનાં બ્રહ્મ સાશ્યલ ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થીએ ઓપન સૌરાષ્ટ્ર લાડું (મોદક) આરોગવાની સ્પર્ધાર્ધાનું સતત ૧૫મા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું.દર વર્ષની જેમ શુદ્ધ થી ના ૧૦૦ ગ્રામના લાડું સાથે ગરમાગરમ દાળ પીરસવામાં આવી હતી. આ સ્પર્ધામાં કુલ ૪૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પુરુષ વિભાગમાં ૩૩ બાળકોના વિભાગમાં ૧૦ અને મહિલાના વિભાગમાં છ સ્પર્ધકો જોડાયા હતા. જેમાં બાળકોના વિભાગમાં ગૌરંગ ઠાકર પાંચ લાડુ આરોગીને પ્રથમ સ્થાને વિજેતા બન્યા હતા ત્યારે પદ્મિનીબેન ગજેરા મહિલા વિભાગમાં નવ લાડવા આરોગીને પ્રથમ સ્થાને વિજેતા થયા હતા. જયારે નાનજીભાઈ મહેતા ૧૨ લાડુ સાથે પુરુષ વિભાગમાં પ્રથમ સ્થાને બન્યા હતા.