Surat: તપ-ત્યાગ અને સયંમના પ્રતિક સમા દિગમ્બર જૈનોના મહાપર્વ પર્વાધિરાજ પર્યુસણપર્વનો તા. ૮ સપ્ટેમ્બરે રવિવારથી પ્રારંભ થશે. દસ દિવસ ચાલનાર પર્વને પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ અડાજણ-રાંદેર વસ્તા શ્રાવકજનો દ્વારા આહુરાનગર શ્રી ૧૦૦૮ શાંતિનાથ દિગમ્બર જૈન મંદિર ખાતે શ્રી સુરત સત્તર જિલ્લા મિત્રમંડળના નેજા હેઠળ આધ્યાતિમક વાતાવરણમાં ઉત્સાહપૂર્વક ઉજવણી થશે.
Surat: સત્તર જિલ્લા મિત્રમંડળના નેજા હેઠળ આધ્યાત્મિક વાતાવરણમાં મહાપર્વ ઉજવાશે
Surat: આહુરાનગરે ગાર્ડન પ્લોટ ઉપર વિશાળ શમીયાણો, મંદિરજી તેમજ મુનીભવનને ભવ્ય રોશની-ધજાપતાકાથી સુશોભન કરાયું છે. પરમ પૂજ્ય અભીક્ષ્ણ જ્ઞાનોપયોગી આચાર્યશ્રી વસુનંદીજી મહારાજના પરમ શિષ્યા ૧૦૫ શ્રી વર્ધ સ્વનંદની માતાજીના આર્શીવાદથી બા.બ્ર. યજ્ઞાદીદી બા.બ્ર ગુણકયાદીદી તેમજ ધર્મપ્રભાદીદી પધારેલ છે. સમગ્ર કાર્યક્રમ પૂ.દીદીશ્રીના મંગલ સાનિધ્યમાં પં.સ્નેહલભાઈ દોશી અને નરેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ યોજાશે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમને ભક્તિથી સંગીતમય બનાવવા ભોપાલથી રંગાલા ગૃપને બોલાવામાં આવેલ છે.
પર્વાધિરાજ પર્યુસણપર્વ દરમ્યાન પ્રતિદિન સવારે ૬.૪૫ કલાકે જિનેન્દ્ર | અભિષેક, સામુહિકપુજન ૮.૩૦ કલાકે પૂજ્યદીદીનું પ્રવચન સવારે ૯:૧૫ કલાકે | દશલક્ષણ ધર્મવિધાન સાંયકાલ ૬:૦૦ કલાકે | સામુહિક પ્રતિક્રમમણ ૭:૩૦ કલાકે, |મહાઆરતી ૮.૩૦ કલાકે દીદીશ્રી દ્વારા દશ-લક્ષણ ધર્મ ઉપર પ્રવચન ત્યારબાદ શાંતિ મહિલા મંડળ – પાઠશાળાના બાળકો તેમજ ઈવેન્ટગૃપ દ્વારા | નાટીકા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તપસ્વીઓ તેમજ સમાજના | શૈક્ષણીક ક્ષેત્રે તેજસ્વી બાળકોનું સન્માન થશે. કાર્યક્રમમાં હાજરી આપી ધર્મલાભ લેવા કમિટી સભ્યો અને સમાજ પ્રમુખ | શેતલભાઈ જે. મહેતા અનુરોધ કર્યો છે એમ માહિતા આપતા અશ્વિનભાઈ મહેતાએ | જણાવ્યું છે.