Ahmedabad ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ બાતમીને આધારે વટવા જીઆઇડીસી ફેઝ-૪માં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડીને રૂપિયા ૪૨ લાખની કિંમતના ૨૦૦ કિલો ગાંજા સાથે બે મુખ્ય આરોપીઓ સહિત સાત લોકોની ધરપકડ કરી છે. ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનો જથ્થો લાવીને Ahmedabadથી ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હતો. ઓરિસ્સાથી ૧૧૦૦ કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. જે અલગ અલગ રાજ્યમાં સપ્લાય કર્યા બાદ ૨૦૦ કિલો ગાંજો ગુજરાત લવાયો હોવાની વિગતો પણ બહાર આવી છે.
ઓડિશાના ગંજામ જિલ્લાના ગાંજાનો સંગ્રહ વટવા GIDCમાં : ગુજરાતમાં વ્યાપક નેટવર્કની શક્યતા
Ahmedabad અધિકારીઓને બાતમી મળી ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી એક ટ્રકમાં કરોડો રૂપિયાની કિંમતનો ૧૧૦૦ કિલો ગાંજો અમદાવાદમાં વટવા જીઆઈડીસી ફેઝ-૪માં આવેલા ક્રિશ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં આવી રહ્યો છે.
૧૧૦૦ કિલો ગાંજો ગુજરાત પહોંચતા ૨૦૦ કિલો થઈ ગયો
Ahmedabad પોલીસ અધિકારીઓની આગેવાનીમાં પોલીસની અલગ અલગ ટીમ બનાવીને દરોડો પાડવામાં આવ્યો હતો. ટ્રકમાંથી ખાલી કરવામાં આવી રહેલા ગાંજાના ૨૦૦ કિલો ગાંજા સાથે સાત લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલા આરોપીઓના નામ મણીગદન| મુદ્દલીયાર (રહે. વૃંદાવન એપાર્ટમેન્ટ, હાથીજણ), કુમાર અરૂણ પાંડે (રહે. સનાતન એપાર્ટમેન્ટ, બકેરી સીટી, વેજલપુર), સંજય શાહુ (રહે. ભમરપુર, ઓરિસ્સા), સુશાંત ગૌડા (રહે. ભમરપુર, ઓરિસ્સા), અજય તુફાન સ્વાઈન (રહે.સ્વાસ્થપુર કોલોની, ગંજામ જિલ્લો), ક્રાઈમબ્રાન્ચના લાબા ગૌડા (રહે. ગંજામ) અનેસંદીપશાહુ હતી કે | (રહે. મોહન એસ્ટેટ, ખોખરા) હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા ક્રાઈમબ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે, ગાંજાની ખરીદી સંજય શાહુ અને સુશાંત ગૌડાએ ગંજામથી ગાંજાની ખદે કરી હતી અને ટ્રકમાં તમામ જથ્થો અમદાવાદ આવ્યા હતા. ગાંજાના મોટા જથ્થાને અમદાવાદમાં રાખવા માટે ગોડાઉનની વ્યવસ્થા કરવાની જવાબદારી મણિગડન મુદલિયાર અને કુમાર અરૂણે લીધી હતી અને તેમણે વટવા જીઆઇડીસીમાં ગોડાઉન ભાડે કરી આપ્યું હતું. જ્યારે અજય અને લાબા ઓરિસ્સાથી ટ્રક લઈને ગુજરાત આવ્યા હતા. આરોપીઓએ ઓરિસ્સાથી ૧૧૦૦ કિલો ગાંજો લોડ કરાવ્યાની અન્ય રાજ્યમાં પણ ડીલિવરી આપી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
સંજય શાહુ અને સુશાંત ગાંજાનો તમામ જથ્થર્થો અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં સપ્લાય કરવાના હતા અને તેમનો સંપર્ક ગુજરાતના મોટા ડ્રગ્સ સપ્લાયર્સ સાથે હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ |આરોપીઓએ આ અગાઉ પણ ગાંજાનો મોટો જથ્થો ગુજરાતમાં સપ્લાય કર્યો હોવાની સાથે અન્ય રાજ્યોમાં પણ નેટવર્ક ફેલાવ્યું હોવાની શક્યતા છે. જેથી પોલીસે ઓરિસ્સાથી નીકળેલી ટ્રકના રૂટ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.