Tarnetar: ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં આયોજિત લોકમેળામાં સંખ્યાબંધ લોકો ઉમટી પડશે. Tarnetar લોકમેળાની સાથે ગ્રામિણ ઓલમ્પિક્સની વિવિધ સ્પર્ધાઓ સાથે પરંપરાગત છત્રી હરિફાઈ, પાવા હરિફાઈ, વેશભૂષા હરિફાઈ વિશેષ આકર્ષણ જમાવશે. ચાર દિવસના લોકમેળામાં જવા-આવવા માટે એસટી તંત્ર દ્વારા જુદા-જુદા ડેપોમાંથી એકસ્ટ્રા એસટી બસો દોડાવવામાં આવશે.
Tarnetar: પાળિયાદની જગ્યાના મહંતના હસ્તે કાલે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ધ્વજારોહણ થશેઃ છત્રી, વેશભૂષા અને પાવા હરિફાઇનું વિશેષ આકર્ષણ
થાન તાલુકાના પાંચાળ પ્રદેશ એવા Tarnetar ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વર્ષોથી જગવિખ્યાત તરણેતરનાં ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે જેનો તા.૬ના સવારે ભાદરવા સુદ-૩ના દિવસે સવારે ૯-૩૦| કલાકે પ્રારંભ થશે. ત્યારબાદ સવારે ૧૦- ૩૦ કલાકે ગ્રામીણ રમતોત્સવ, પશુમેળો અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું ઉદ્દઘાટન થશે. રાત્રે મેળાના સ્ટેજ ખાતે ૯-૩૦ કલાકે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભજુન સંધ્યા યોજાશે.
સપ્ટેમ્બરને શનિવારની રોજ સવારે ૧૧-૦૦ કલાકે પાળીયાદના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર પુ.શ્રી નિર્માળાબા ઉનડબાપુ દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવશે તા.૮ સપ્ટેમ્બરને રવિવારના રોજ ઋષી પાંચમને દિવસે સવારે ૧૦-૦૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓ મેળામાં ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત રસ્સાખેંચ, કુસ્તી સાહેતની ગ્રામીણ ઓમ્પીક્સ સ્પર્ધા તેમજ પરંપરાગત રાસ તેમજ હુડો, રાસ- ગરબા, છત્રી હરિફાઈ, વેશભુષા હરિફાઈ, પાવા હરિફાઈ, હિતના કાર્યક્રમો યોજાશે અને તા.૯ સપ્ટેમ્બર સોમવારે સવારે ૭- ૦૦ કલાકે ગંગા વિદાય આરતી અને પોલીસ વિભાગ તેમજ વહિવટી તંત્ર દ્વારા ધ્વજારોહણ બાદ બપોરે ૧૨-૦૦ કલાકે મેળાની પૂર્ણાહુતિ થશે.