Surat: આણંદના બિલ્ડર સહિત ત્રણ વ્યક્તિને મંદિર બનાવવા માટે જમીન વધુ ભાવથી ખરીદી કરવાનું જણાવી કચ્છના અબડાસાના રવા ગામે આવેલી ૧૬૦.૪૭ એકર જમીનના નામે રૂ.૩.૨૨ કરોડની છેતરપિંડી આચરનાર સ્વામીનારાયણ સંપ્રદાયના બે સ્વામી સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં Suratના સ્વામી વિવેકસાગર દાસની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ સ્વામીને કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
Surat: બે દિવસના રિમાન્ડ મંજૂર થતા પુછપરછ હાથ ધરાઈ : હજુ બે શખ્સો પોલીસ પકડથી દૂર
Surat: આણંદના બિલ્ડર જીગરભાઈ સુરેશભાઈ પટેલ, તેના ભાગીદાર સચિન ઘનશ્યામભાઈ પટેલ અને નેતલ કિરીટકુમાર પટેલને ચિખોદરા ગામે રહેતા સ્વામી દર્શનપ્રિય દાસ અને રાજકોટમાં રહેતા વિક્રમસિંહ હિંમતસિંહ ડાભીનો સંપર્ક કરાવ્યો હતો. આ બંને શખ્સોએ વર્ષ ૨૦૨૦માં કચ્છના રવા ગામની ૧૬૦.૪૭ એકર જમીન બતાવી હતી. આ સમયે સ્વામી વિવેકસાગર દાસ પણ સાથે જમીન જોવા માટે ગયા હતા અને આ જમીન સસ્તા ભાવે ખરીદી લો, આ જમીન તમારી પાસેથી મંદિર બનાવવા ઉંચા ભાવેથી ખરીદી લેવાનું જણાવ્યું હતું.
Surat: જેથી એક એકર જમીન રૂા.૭.૧૧ લાખના ભાવે ખરીદી કર્યા બાદ રૂ.૧૧૪૩લાખે એકરનો ભાવે વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. આ સમયે બિલ્ડર જીગર અને તેના ભાગીદારોએ સોદો નક્કી કરી રૂા.૧.૫૧ લાખ અને બાકીના રૂા.૧ કરોડનાચેકો વિક્રમસિંહને આપ્યા હતા. બાદમાં જમીન વેચાણના નક્કી કરેલા નાણાં લેવા માટેદર્શનપ્રિયદાસ સ્વામી જીગર પટેલ સહિતના ભાગીદારોને જુનાગઢ| સ્વામિનારાયણ મંદિર ખાતે બોલાવી રૂા.૭૫ લાખ રોકડા આપ્યા હતા. જેથી જમીન વેચાણના પુરા નાણાં ન મળતા જીગર પટેલે વિક્રમસિંહને ફોન કરી તેમણે આપેલા રૂા.૧ કરોડના ચેકો ન ભરવા જણાવ્યું હોવા છતાં વિક્રમસિંહે ચેકો ભરી દીધા હતા. આ ચેકો બાઉન્સ થતાંવિક્રમસિંહ આણંદ આવી રૂા.૮૦ લાખ રોકડા લઈ ગયા હતા.
બિલ્ડર સહિતના ભાગીદારોએ બાદમાં અવાર-નવાર સંપર્ક કરવા છતાં તેમને નાણાં પરત મળ્યા ન હતા. તેમજ જમીનનો વેચાણ દસ્તાવેજ પણ કરાવી ન આપતા હોવાથી આ અંગે જીગર પટેલે ગત તા.૨ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસહાથ ધરી હતી. દરમિયાન આ કેસમાં સંડોવાયેલા વિવેકદાસ સ્વામી અંકલેશ્વર નજીક આવેલા સ્વામી માધવપ્રિયદાસના પનોલી સ્થિત આશ્રમમાં સંતાયેલા હોવાની માહિતી મળતા પોલીસની ટીમ ગત તા. ૧ સપ્ટેમ્બરના રોજપનોલી ખાતે પહોંચી હતી અને સ્વામી વિવેકસાગર દાસને ઝડપી પાડી આણંદ ખાતે લઈ | આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરી પાંચદિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસે સ્વામી વિવેકસાગરદાસની વધુ પુછપરછ હાથ ધરતા ઠગાઈ રકમમાંથી તેને એકપણ રૂપિયો નું મળ્યો હોવાનું ગાણું ગાઈ રહ્યા છે. ત્યારે મુખ્ય સૂત્રધારો સ્વામી દર્શનપ્રિયદાસ અને વિક્રમસિંહ ડાભીના પકડાયા બાદમાં કોના ભાગે કેટલા રૂપિયા આવ્યા તે અંગે સ્પષ્ટતા | થવાથી શક્યતાઓ જોવાઈ રહી છે.