Ahmedabadના જીવરાજપાર્ક વિસ્તારમાં મંગળવારે સવારના સમયે મધુરમ એપાર્ટમેન્ટના જી બ્લોકનો દાદરાનો ભાગ ધરાશાયી થતાં રહીશોમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા સ્નોરસ્કેલની મદદથતાત્કાલિક ૨૫ જેટલા રહીશોનું રેસ્કયૂ કરી સલામત રીતે નીચે ઉતારવામા આવ્યા હતા.

Ahmedabad: સવારના સમયે બનેલા બનાવમાં ૨૫ રહીશોને સલામત નીચે ઉતારાયા

ઘટનાની પ્રાપ્ત થતી વિગત મુજબ, Ahmedabad સવારના ૬ કલાકના સુમારે જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા ત્રીસ વર્ષ જુના મધુરમ એપાર્ટમેન્ટના જી બ્લોકની સીડી ધડાકાભેર ધરાશાયી થતા રહીશોએ ભૂકંપનો આંચકો આવ્યો હોવા જેવી અનુભૂતિ કરી હતી. સીડી આખી ધરાશાયી થઈ હોવા અંગે જાણ થતા ફાયર વિભાગને જાણ કરવામા આવી હતી. ફાયર વિભાગની સાથે પોલીસ પણ ઘટના સ્થળેપહોંચી હતી.

બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચેલા ફાયરના અધિકારીના કહેવા મુજબ, મધુરમ એપાર્ટમેન્ટમાં ચાર માળના ફલેટ આવેલા છે.જી બ્લોકની સીડી ધરાશાયી થતા રહીશોના જીવ ઉચાટમાં મુકાયા હતા.પ્રહલાદનગર તથા જમાલપુર ફાયર સ્ટેશનના સ્ટાફે સ્નોરસ્કેલની મદદથી ૨૫ જેટલા રહીશોને રેસ્કયૂ કરી સલામત રીતે નીચે ઉતારવામા આવ્યા હતા.