Amreli પંથકમાં અપમૃત્યુના જુદા-જુદા ચાર બનાવો બન્યા છે. જેમાં Amreliના યુવાનની પત્ની લાંબા સમયથી રીસામણે રહેતા પત્ની અને બાળકોના વિયોગમાં Amreliથી વેરાવળ જતી ટ્રેન તળે પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી. મોણપર ગામે મહિલાએ ડાયાબિટીસથી કંટાળી, કુંકાવાવમાં પ્રેમસબંધની જાણ થઇ જતાં ભાઈએ ઠપકો આપતાં અને Amreliમાં યુવાનને રોજગારી ન મળતા આ ત્રણેય કિસ્સામાં ઝેરી દવા પી જીવાદોરી ટૂંકાવવાના બનાવો બન્યા છે.
ભાઇએ ઠપકો આપતાં યુવતીએ ઝેરી દવા પી જીંદગી ટૂંકાવી, ડાયાબિટીસથી મહિલાએ, બેકારીથી યુવકે જીવ દીધો અમરેલીના રોકડીયા પરા
વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ચીમનભાઈ ટીંબડીયા (ઉ. વ.૪૩)ના પત્ની બાળકો સાથે છેલ્લા પાંચ વર્ષથી ગોડલ તાલુકાના ગોમટા ગામે રીસામણે હોવાથી મુકેશભાઈને પત્ની અને બાળકોના વિયોગમાં અને એકલતા સહન નહી થતાં અમરેલીથી ચક્કર ગઢ રોડ પર આવેલા ફાટક પાસે અમરેલી વેરાવળ ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઘટનાની જાણ અમરેલી સીટી પોલીસમાં થતાં અમરેલી સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બીજો બનાવ અમરેલી ના કસ્બા વાડમાં રહેતા રજાકભાઈ દાઉદભાઈ મજીઠીયા (ઉ. વ. ૬૩) જેને એક મહીના થી કામ ધંઘો મળતો નહોતો જેથી ખુંબ ચિંતામાં રહેતા હતા તેણે ઘઉંમાં નાખવાની ઝેરોટીકડા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું
ત્રીજો બનાવ અમરેલી તાલુકાના મોણપુર ગામે રહેતા વયોવૃદ્ધ વિલાસબેન બાલુભાઈ વઢીયાર (ઉ.વે. ૭૦)ને ડાયાબિટીસની બીમારી હતી અને બન્ને પગ દુખાવો થતો હતો જીંદગી થી કંટાળી જતા એસીડ પી જતા અમરેલી સિવિલ હોસ્પિટલ મા સારવાર દરમિયાન મોત થયું હતું.
ચોથો બનાવ વડીયા તાલુકાના નાની કુકાવાવ ગામે રહેતી પરપ્રાંતીય સંગીતાબેન થાવરીયા (ઉ. વ ૨૩)ને કોઈ સાથે પ્રેમસંબંધ હતો તેની જાણ તેના ભાઈ ને થતા ઠપકો આપેલ હતો. તેમજ તેમને મનમા લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટના ની જાણ વડીયા પોલીસ મા વડીયા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી