બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર Gujaratમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારના 6 કલાકથી ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દેશે…
મળતી માહિતી અનુસાર 3 તારીખ સવારે 6 કલાકે Gujaratમાં પ્રવેશનાર આ ડિપ્રેશન 9 વાગ્યા સુધી સુરત પહોંચી જશે અને Suratમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે
આ ડિપ્રેશનને પગલે સૌથી વધારે ખરાબ હાલત વડોદારાની રહેશે. વડોદરામાં બપોરના 2થી રાતના 8 કલાક સુધી આ ડિપ્રેશન સ્થિર રહેશે. જેને પગલે અહીં ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. વડોદરા વાસીઓ માટે કાલનો દિવસ અતિભારે રહેશે. વડોદરામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વગર જરૂરતે બહાર ના નીકરવાની સલાહ આપવામાં આવી છે
4 તારીખે વહેલી સવારે ડિપ્રેશનની અસરથી અમદાવાદ પણ બાકાત નહીં રહે. અમદાવાદમાં વહેલી સવારે ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. આ ડિપ્રેશન મહેસાણાને પણ ઘમરોળી નાખશે. છેક કચ્છ સુધી આ દિવસે અસર દેખાશે. ઉત્તર ગુજરાતમાં આ દિવસે અને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.