સમગ્ર વિશ્વના ફોટોગ્રાફર્સ અને સંસ્કૃતિ પ્રેમીઓને આકર્ષતો અને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો Surendranagar જિલ્લાના થાન પાસે યોજાતો તરણેતરનો મેળો ભારે વરસાદને કારણે મુલત્વી રાખવાના સમાચાર સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા હતા. જોકે આ વર્ષે નિયત સમયે તા. ૬ થી ૯ સપ્ટેમ્બરે મેળો યોજાશે એવી સત્તાવાર જાહેરાત કરાઈ છે.

વરસાદના કારણે આ વર્ષે મેળો બંધ રાખવાની અગાઉ વિચારણા થઈ હતી

તરણેતરના સરપંચ અશોકસિંહ રાણાએ જણાવ્યું હતું કે દર વર્ષે આ મેળો સપ્ટેમ્બર મહિનામાં યોજાય છે પરંતુ આ વર્ષે વધુ વરસાદના કારણે અમારે Surendranagar કલેક્ટરને લખવું પડ્યું કે અમારી ગ્રામ પંચાયત આ મેળાની જવાબદારી લેવા માંગતા નથી. જોકે Surendranagar કલેક્ટરના ફોન બાદ તરણેતરનો મેળો હવે યથાવત તારીખ ૬ સપ્ટેમ્બરથી ૯ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

ગુજરાતના મુખ્ય મેળાઓમાં તરણેતરનો મેળો સૌથી અગ્રેસર ગણાય છે. જેમાં પાંચાળ પંથકના ભરવાડ,| રબારી, આહિર, ચારણ જેવા માલધારી | સમુદાયની હાજરી હોવાથી ગુજરાતના | ભાતીગળ સંસ્કૃતિ ઉજાગર થાય છે. આ મેળામાં ગુજરાતના ભાતીગળ સમુદાયના | લોકોને તેમના મૂળે પરિવેશમાં જોવાનો પણ મુલાકાતીઓને મોકો મળે છે. ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા પ્રોત્સાહિત કરવામાં મુખ્ય મેળામાં તરણેતરનો મેળો, ડાંગ દરબારનો મેળો, કચ્છનો જખનો મેળો, કચ્છનો રવનો મેળો, ધોળકા ખાતે વૌઠાનો મેળો, સાબરકાંઠામાં થતો ચિત્ર-વિચિત્રનો મેળો, છોટા ઉદેપુર પાસે થતો ક્વાંટનો મેળો મુખ્ય મેળાઓ છે. આ મેળાઓ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની આગવી ઓળખ છે.

અહીં એવી લોકવાયકા પણ છે કે મહાભારત કાળમાં અર્જુને અહીં લક્ષ્યવેધ કર્યો હોવાથી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શને આસપાસના શ્રધ્ધાળુઓ ખાસ આ સમયે દર્શન કરવા ભેગા થાય છે. પરંતુ હવે મેળો તેની યથાવત તારીખે શરૂ થતો હોવાથી તેને સૌ કોઈ માણી શકશે.