જામનગરના પ્રદર્શન મેદાનમાં ફરીથી Lok Mela શરૂ થયો છે. દરમિયાન લાલપુર તાલુકા ના ઝાખર ગામના બે શખ્સોએ નાવડી નામની રાઈડમાં બેઠા પછી નીચે નહીં ઉતરી હંગામો મચાવ્યો હતો, અને રાઈડ ઓપરેટર પર હુમલો | કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં રહેતા અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચાલી રહેલા Lok Melaમાં નાવડી નામની રાઈડમાં ઓપરેટર તરીકે કામ કરતા ફૈઝલ ફારુકભાઈ ખફી નામના ૨૦ વર્ષના યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે લાલપુર તાલુકાના ઝાખર ગામના રઘુવીરસિંહ અનોપસિંહ જાડેજા તેમજ દિવ્યરાજ અનોપસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓ ગઈકાલે નાવડી નામની રાઈડમાં બેઠા હતા, અને તેઓનો વારો પૂરો થઈ ગયા પછી રાઈડ ઓપરેટરે નીચે ઉતારવાનું કહેતાં નીચે ઉતર્યા ન હતા, અને ગાળો ભાંડી રાઈડ ઓપરેટરને માર માર્યો હતો. જેથી સીટી એ. ડિવિઝન પોલીસમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે એ.એસ.આઈ. કે. પી. જાડેજા વધુ તપાસ ચલાવે છે. વારો પૂરો થઈ જવા છતાં બળજબરીપૂર્વક રાઈડમાંથી નીચે નહીં ઉતરી રાઈડ ઓપરેટરને માર માર્યો