Jamnagar કલેક્ટર કચેરીના સભાખંડમાં અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. Jamnagar જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અંગેનો સર્વે કરવા માટે હાલ ૧૨૩ ટીમો કાર્યરત કરાઈ છે.

Jamnagar: ૩૮૮ ગામોમાં પાકને થયેલા નુકસાન અંગે સર્વેઃ લોકોને નુકસાની બદલ કેશડોલ્સની ચુકવણી શરૂ

જે પૈકી શહેરી વિસ્તારમાં ૩૯ટીમો દ્વારા અસરગ્રસ્ત વોર્ડમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી આવતીકાલ રવિવારે પણ ચાલુ રહેશે. જામજોધપુર | અને લાલપુરમાં લોકોને ઘરવખરીની નુકશાનીના વળતર રૂપે કેશડોલ્સ ચૂકવી દેવામાં આવી છે. જિલ્લામાં ૧૭૨૯ | જેટલા વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા હતા. પીજીવીસીએલની ૭૭ ટીમોની જહેમતથી અત્યારે તમામ ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.

પંચાયત અને સિંચાઈ વિભાગ હસ્તકના ૨૬ ડેમો વધુમાં વધુ ૧૫ સેમી જેટલા ઓવરફ્લો છે. પાણીના પ્રવાહના પરિણામે ૯ ચેકડેમો અને તળાવોમાં નુકશાની થઈ છે. પંચાયત હસ્તકના ૪૧૬ રસ્તાઓ પૈકી ૪૮ રસ્તાઓ ઓવર ટોપિંગ અને સ્ટ્રક્ચર ડેમેજના લીધે બંધ હતા જેમાંથી ૩૩ રસ્તાઓ શરૂ થઈ ગયા છે.

જામનગર જિલ્લામાં ८४ પશુપાલકોના ૬૧૪ પશુઓના મૃત્યુ થયા છે. તેમને સહાય ચૂકવાઈ રહી છે. ભારે વરસાદના પરિણામે સૌથી વધુ નુકશાન કપાસના પાકમાં થયું છે. અને ૩૮૮ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના ખેતરોમાં નુકશાન થયું છે. જેની સર્વેની કામગીરી ચાલુ છે. આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની તેમજ ૨૧૦ ટીમો દ્વારા હોમ ટુ હોમ કામગીરી કરવામાં આવી રહી છે.