Gujaratના જાણીતા ઈતિહાસકાર- લેખક મકરંદ મહેતાનું અમદાવાદ ખાતે અવસાન થયું છે, તેઓ ૯૩વર્ષના હતા. તેમણે ગુજરાતી-અંગ્રેજી ભાષામાં ૨૦થી વધુ પુસ્તક લખ્યા હતા. આ ઉપરાંત ‘ગુજરાત સમાચાર’ માં પણ તેમના દ્વારા પોળોનો ઈતિહાસ’, ‘Gujaratનો ઈતિહાસ’ અંગે વર્ષો સુધી અનેક લેખ લખવામાં આવ્યા હતા. તેમના નિધનથી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Gujarat સાહિત્યકારોમાં જૂજ એવા છે જેમણે એક પ્રકારે બેન્ચમાર્ક સ્થાપી દીધું છે. આવા જૂજ સાહિત્યકારોમાં મકરંદ મહેતાનો પણ સમાવેશ કરી શકાય. ઈતિહાસ, સંશોધનક્ષેત્રમાં તેમણે આપેલું યોગદાન આવનારી પેઢીઓ માટે પણ એક અમૂલ્ય મૂડી સમાન જ બની રહેશે.
૨૫ મે 1931 માં જન્મેલા મકરંદ મહેતાએ એમ. એસ. યુનિવર્સિટી, ગુજરાત અને અમેરિકાની પેન્સિવેલિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયન્સિસ વિભાગમાં તેમણે ફરજ અદા કરી હતી. તેમના પત્ની ડો. શિરીન મહેતા પણ ઈતિહાસકાર છે.
ગુજરાત વિદ્યાસભા, ગુજરાતી ઇતિહાસ પરિષદ અને દર્શક ઇતિહાસ નિધિ સહિત અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા.વિશ્વનાં નામાંકિત સામયિકો અને જર્નલોમાં તેમના શોધપત્રો પ્રકાશિત થયાં હતાં. ‘ગુજરાતનો દરિયો’, ‘ગુજરાતનો રજવાડી વારસો’, ‘ગુજરાતના સંદર્ભમાં હિન્દુ વર્ણવ્યવસ્થા’, “સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો’ જેવા વિવિધ પુસ્તકો તેમણે લખ્યા છે. “ગુજરાત સમાચાર’માં “પોળોનો ઈતિહાસ”, ‘ગુજરાતનો ઈતિહાસ’ના શ્રેણીબદ્ધ લેખ લખ્યા હતા.