Junagadh, વિસાવદરની સીમમાં વહેલી સવારના મકાનના ધાબા પર શ્રમિક પરિવાર ભર નિંદ્રામાં સૂતો હતો તેવામાં એક સિંહણે મકાનના ધાબા પર ચડી બાળકીને પકડી લીધી હતી. બાળકીએ બૂમાબૂમ કરતા તેનો પરિવાર જાગી ગયો, બાદમાં સિંહણબાળકીને લઈ નાસી જવાની પેરવી કરતી હતી ત્યારે બાળકીએ તેના પિતાનો પગ પકડી લેતા તે બચી ગઈ અને સિંહણ અગાસી પરથી ધૂબાકો મારી નાસી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને વિસાવદર, Junagadh બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની તજવીજ ચાલી રહી છે.

Junagadh બાળકીએ જીવ બચાવવા પિતાના પગ પકડી રાખ્યા, પિતાએ હિંમતભેર બેટરી મારતાં સિંહણ ધૂબાકો મારીને ભાગી ગઈ

Junagadh: વિસાવદરના સતાધાર રોડ પર ડમ્પીંગ સાઈટની પાછળના ભાગે વલ્લભભાઈ ડોબરીયાના ખેતરમાં વિસાવદર તાલુકાના જ માણંદીયા ગામનો પરિવાર ખેતમજુરી કરી ગુજરાન ચલાવે છે. હાલ ચોમાસાની સિઝન હોવાથી ખેતીવાડી વિસ્તારમાં લાઈટના ધાંધીયા હોય છે. જો નીચે ખુલ્લામાં સુવે તો વન્યપ્રાણીઓનો ભય રહે છે. જેના લીધે શ્રમિક પરિવાર મકાનની અગાસી અન્ય પર સુતો હતો. વહેલી સવારના પ વાગ્યે સુરેશભાઈ વારૈય, તેમના પત્ની, તેમની બે દિકરી અને એક પુત્ર સુતા હતા તેવામાં મકાનની સીડી ચડી સિંહણ અગાસી પર ચડી આવી હતી. Junagadh સુરેશભાઈની સૌથી મોટી ૮ વર્ષની પુત્રી મેચ પાયલને સિંહણે માથાના કર્યો તે ભાગેથી પકડી ઢસડતા પાયલે કરી હતી. જેથી તેના પિતા સહિતનો પરિવાર જાગી ગયો હતો. પિતા સુરેશભાઈએ બાજુમાં રહેલી લાઈટ કરી જોયું તો સિંહણે તેમની પુત્રીનું માથું પકડી લીધેલું હતું. તેવામાં પાયલ બચવા માટે મરણ ચિસો નાખતા-નાખતા તેનાપિતાના પગ પકડી લીધા હતા, જેથી | વિભાગ સુરેશભાઈએ સિંહણને તેમના હાથમાં રહેલી બેટરી મોં પર મારી છતાં પણ સિંહણ પાયલને અગાસીની પારાપેટ નજીકથી લઈને નાસી જવાનો પ્રયત્ન કરતી હતી.

વન તંત્રએ અંતે બે સિંહણને પકડી પાડી સિંહણે શા માટે બાળકી પર હુમલો કર્યો તે આશ્ચર્ય વચ્ચે હવે તે કોઈ ખેડૂતો કે શ્રમિકો પર હુમલો ન કરે તે માટે સવારથી જ વન વિભાગનો સ્ટાફ સ્થળની આસપાસ તહેનાત રાખવામાં આવ્યો સવારે વન વિભાગ અને સ્થાનિકોએ જોયું ત્યારે એક જ સિંહણ જોવા મળી હતી. બપોર બાદ તેની સાથે અન્ય બે સિંહો પણ જોવા મળ્યા હતા. બપોર બાદ સાસણ અને સ્થાનિક વન વિભાગની ટીમે ૧ રેસ્ક્યુ કરી બે સિંહણને કેદ કરી લીધી છે. સમગ્ર મામલે જાણવા મળ્યા મુજબ, અગાસી પરથી સિંહણના વાળ શોધી તેનો નમૂનો લેવામાં આવશે અને પકડાયેલી બે સિંહણો પૈકી કઈ સિંહણ સાથે તેના વાળ થાય છે તે નક્કી કરવામાં આવશે. ત્યારબાદ કઈ સિંહણે હુમલો નક્કી થયે સિંહણ પર શું કાર્યવાહી થાય તે મહત્વનું છે.

પાયલે તેના પિતાના પગ ન છોડતા અંતે સિંહણે પાયલને મુકી અગાસી પરથી નીચે ધુબાકો માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પાયલના પિતા તુરંત તેમના સબંધીઓને જાણ કરી જેથી તેમના સબંધીઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા ત્યારે પણ સિંહણ રસ્તા પર બેઠી હતી. બાદમાં ૧૦૮ મારફત વિસાવદર અને ત્યાંથી વધુ સારવાર માટે હાલ જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સિંહણે પાયલને માથાના ભાગે દાંત ભરાવી દીધા હોવાથી અને આંખના ભાગે ગંભીર ઈજા થઈ છે. આ અંગેની વન વિભાગને જાણ થતા વન વિભાગના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરી ત્યારે સિંહણ નજીકમાં જ હતી.