Jamnagar: કાલાવડમાં કાશ્મીરપરા વિસ્તારમાં રહેતા બે માસુમ બાળકો કે જેઓ નજીકની એક સોસાયટીમાં રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી ગયા હતા, જે પૈકી એક બાળકનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે બીજા બાળકનો બચાવ થયો છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.જ્યારે જામજોધપુર તાલુકાના જીણાવારી ગામના ૫૫ વર્ષના પ્રૌઢ પાણીના પૂરમાં લાપતા બન્યા હતા. ચાર દિવસ બાદ તેઓનો મૃતદેહ સાંપડયો છે.
Jamnagar જામજોધપુર તાલુકાના જીણાવારી ગામે પૂરમાં તણાઈ ગયેલા પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો
Jamnagar: આ બનાવની હકીકત એવી છે કે, કાલાવડમાં કાશ્મીરપરા વિસ્તારમાં રહેતા આબેદીન જાવીદભાઈ ચૌહાણ નો ૭ વર્ષનો પુત્ર જેનુલ તેમજ તેના પાડોશમાં જ રહેતો મુસ્તફા સરફરાજ નામનો ૬ વર્ષનો અન્ય એક બાળક કે જેઓ બને નજીકમાં જ આવેલી અમીરપીર -૨ | સોસાયટીમાં રમતા હતા. જ્યાં નવા બંધાઈ રહેલા સીદીક નૂરમામદભાઈ | નામના વ્યક્તિના નવા મકાનના ભોતળિયાના પાણીના ટાંકામાં અકસ્માતે | પડી ગયા હતા. અને તેમાં જેનુલનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જેની સાથે જ ટાંકામાં પડેલા મુસ્તુફા નામના | અન્ય એક બાળકને બચાવી લેવાયો હતો. અને તેને સૌ પ્રથમ કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર | માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં
તબિયતમાં સુધારો થઈ જતાં રજા આપી દેવામાં આવી છે. આ બનાવને લઈને જેનુલના પરિવારમાં ભારે માતમ છવાયો હતો. જે | અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.વી. ઝાપડિયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા. અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જામજોધપુર તાલુકાના જીણાંવારી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા પરબતભાઈ રામાભાઈ પાથર નામના ૫૫ વર્ષના પ્રૌઢ કે જેઓ ગત ૨૭મી તારીખે પાણીના પૂરમાં લાપતા બન્યા હતા, અને તંત્ર દ્વારા તેઓની શોધખોળ ચલાવવામાં આવી હતી. દરમિયાન તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી ખસેડવામાં આવ્યો હતો. જો કે તેની । હાથ ધરી છે.