Rajkot: ગુજરાતના રાજકોટમાંથી હત્યાનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં પુત્રએ માતાનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ તેણે તેની માતા સાથેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, ‘Sorry mom, i killed you, I miss you Om shanti’.આ ઘટના પ્રકાશમાં આવતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી.
આ ઘટના શહેરના યુનિવર્સિટી રોડ પર બની હતી. આ બાબતે તેમના ઘરમાં રોજ ઝઘડા થતા હતા. પુત્ર નારાજ થઈ ગયો અને તેણે તેની જ માતાને મારી નાખી. આ પછી, તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની માતા સાથેનો પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો. ‘સોરી મમ્મી, મેં તને મારી નાખી, આઈ મિસ યુ’. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ બાબતે એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું કે નિલેશ નામના છોકરાએ પોલીસને ફોન કરીને જણાવ્યું કે તેણે તેની 48 વર્ષની માતા જ્યોતિબેન ગોસાઈની હત્યા કરી છે. માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને માતાની હત્યાના આરોપમાં આરોપી નિલેશ ગોસાઈની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન નિલેશે જણાવ્યું કે પહેલા તેણે તેની માતાને છરી વડે મારવાનો પ્રયાસ કર્યો. પરંતુ માતાએ તેની પાસેથી છરી છીનવી લીધી હતી. આ પછી તેણે બ્લેન્કેટ વડે માતાનું મોં દબાવ્યું અને તે મૃત્યુ પામી. હત્યા બાદ તેણે ફરીથી તેના મિત્ર ભરત અને પોલીસને જાણ કરી હતી.
પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી હતી
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતક જ્યોતિબેન ગોસાઈ ઘણા વર્ષોથી માનસિક બિમાર હતા અને ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. ઘણા વર્ષોથી તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ થોડા દિવસો પહેલા જ્યોતિબેને દવા લેવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે વર્તન એકદમ આક્રમક બની ગયું હતું. જ્યોતિબેનના 20 વર્ષ પહેલા પતિથી છૂટાછેડા થયા હતા. નિલેશ તેની માતા સાથે રહેતો હતો અને તેના બહુ મિત્રો નહોતા. પોલીસે જ્યારે તેના પૂર્વ પતિનો સંપર્ક કરી આ ઘટના અંગે જાણ કરી ત્યારે તેણે જ્યોતિબેનનો મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ પોલીસને જણાવ્યું કે તેને કોઈની સાથે લેવાદેવા નથી. દરમિયાન 21 વર્ષીય નિલેશને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.