Dwarkaમાં જગત મંદિરે જન્માષ્ટમીએ સુરક્ષામાં છીંડાનો આક્ષેપ ઉઠ્યો છે.દ્વારકામાં જન્માષ્ટમી પર્વે જગત મંદિરમાં જન્મોત્સવની વ્યવસ્થામાં પોલીસ તંત્ર દ્વારા વ્હાલાંદવલાંની નીતિ અપનાવાતા ભાવિકો આકરી ટીકા કરતા જોવા મળ્યા હતા.મંદિરમાં અનેક લોકો મોબાઈલ સાથે ઘૂસ્યા હતા. મંદિરની અંદરનો વિડીયો પણ વાયરલ થયો છે.

જન્માષ્ટમીએ નો-એન્ટ્રીમાંથી પોલીસ દ્વારા લાગતા-વળગતાઓને કરાવાઇ એન્ટ્રી: મંદિરમાં અનેક મોબાઇલ સાથે ઘૂસ્યાનો વીડિયો વાયરલ

Dwarkaમાં જગત મંદિરે જન્માષ્ટમીએ સુરક્ષામાં છીંડાનો આક્ષેપ ઉઠયો છે. જગત મંદિરે ભાવિકોનો અતિ ટ્રાફીક હોવા છતા વ્હાલાદવલાની નીતિ અપનાવતા સુરક્ષામાં છીંડા જોવા મળ્યા હતા. જગતમંદિરના મુખ્ય પ્રવેશ પર પોલીસ દ્વારા લાગતા વળગતાઓને સ્પેશ્યલ એન્ટ્રી અનેક વખત અપાતા લાંબી લાઈનમાં ઊભેલા ભાવિકો પોલીસ સામે વ્યાપક રોષ સાથે ટીકા કરતા જોવા મળ્યા હતા.

જન્માષ્ટમીએ મંદિરના એન્ટી ગેઈટ નં. ૨ કે જયાંથી સામાન્ય પબ્લીક એન્ટી નથી. ત્યાંથી ઘણા બધા લાગવગીયાઓ પોલીસની મીઠી નજર |હેઠળ એન્ટ્રી લેતાં જોવા મળ્યા હતા. મંદિર પાછળના ભોગ ભંડાર કે જ્યાંથી પણ નોએન્ટ્રી હોવા છતાં બહોળી સંખ્યામાં મહિલાઓ સહિત સમુદાય વિશેષના લોકોને સ્પેશ્યલ એન્ટ્રી સીસીટીવીમાં કેદ થયેલ.

આ ઉપરાંત અન્ય પ્રતિબંધિત માગીમાંથી પણ લાગવગીયાઓ એન્ટ્રી લેતાં કેમેરામાં કેદ થયા છે. આ ઉપરાંત દિવસ દરમ્યાન મોબાઈલની મનાઈ હોવા છતાં મંદિરમાં અનેક લોકો મોબાઈલ સાથે ઘુસી ગયા હતા. મંદિર અંદરના જન્માષ્ટમી પર્વનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા હોય પોલીસ બંદોબસ્તની પોલ ખૂલી ગઈ હતી.