Rajkot સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણીના ઉંડા ખાડા,નાના-મોટા તળાવો પાણીથી છલોછલ| થયા છે અને લોકો તેમાં ન્હાવા પડતા હોય છે | જે અત્યંત જોખમી છે. પો.કમિ.દ્વારા ડેમ, તળાવ વગેરેમાં ન્હાવા પર પ્રતિબંધ પણ મુકાયો છે. ત્યારે આજે રાજકોટમાં નવા કોર્ટ બિલ્ડીંગ પાછળ પાણીથી ભરાયેલા ખાડામાં ન્હાવા પડેલા બેકિશોરોના | મોત નીપજ્યા છે.
Rajkot પોલીસ સૂત્રો અનુસાર ૧૦ વર્ષનો ભીખો મુન્નાભાઈ ભુંડીયા (રહે.રૈયાધાર | રંભામાની વાડી પાસે) અને મયુરવિજયભાઈ હળવદીયા (ઉ.૧૨ રહે.રૈયાધાર, ગૌશાળા પાસે) ઉપરોક્ત પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડતા ડુબીને મોતને ભેટયા હતા. જ્યારે તેમની સાથે કરણ દિપકભાઈ નામનો કિશોર પણ ગયો હતો પરંતુ, તે બચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે ચોમાસા પછી ડેમ, તળાવ, ખાડા-ખીણ વગેરે પાણીથી છલોછલ હોય છે જેમાં ન્હાવાની મજા મોતની સજા બની જતી હોય છે ત્યારે તંત્ર દ્વારા લોકોને ત્યાં ન્હાવા નહીં પડવા અપીલ કરાઈ છે અને પોલીસે આજે આજી ડેમ જળસ્ત્રોત પાસે આંટા મારતા શખ્સોની અટકાયત પણ કરી હતી. નવી કોર્ટ બિલ્ડીંગ પાછળ ભરાયેલા ખાડામાં ત્રણ ન્હાવા માટે ગયા, એકે વિચાર બદલતા બચી ગયો