Gujarat: તહેવારોની હેલી બરાબરની જામી છે. એકતરફ શ્રાવણ માસ પૂર્ણાહૂતિને આરે છે ત્યાં હવે આવતીકાલથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થશે. પર્યુષણમાં જૈનો તપ, જપ, પૌષધ કરે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં જૈનો સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા હોય છે. પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું આ પર્યુષણ પર્વ જિનશાસનની ભવ્ય પરંપરા છે.

અમદાવાદના ૨૫૦ જૈન સંઘમાં આ વખતે ચાર ગચ્છાધિપતિ, ૪૫ આચાર્ય ભગવંતોની સ્થિરતા

Gujarat: પર્યુષણના પ્રથમ ત્રણ દિવસ ‘અષ્ટોલિકા’ ગ્રંથ પર પ્રવચનો થશે. જેમાં શ્રાવકના પર્યુષણના પાંચ કર્તવ્ય,| વાર્ષિક ૧૧ કર્તવ્ય અને પૌષધ વ્રત પર વિવેચન કરવામાં આવશે. ચોથા દિવસથી કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ થશે. સળંગ ચાર દિવસ બે વ્યાખ્યાનો| પૂર્વક કુલ ૮ વ્યાખ્યાનો દ્વારા કલ્પસૂત્ર પૂર્ણતા પામશે. પાંચમા દિવસે એટલે કે ચોથી સપ્ટેમ્બરે પ્રભુ મહાવીરસ્વામીના જન્મનું વાંચન કરવામાં આવશે. જેમાં પ્રભુજીની માતા ત્રિશલાને આવેલ ચૌદ મહાસ્વપ્રોનું સકળ સંઘને દર્શન કરાવવામાં આવે છે. આઠમા દિવસે સંવત્સરીનું પ્રતિક્રમણ થાય છે.

આ વર્ષે પર્યુષણ પર્વનો અનેરો ઉત્સાહ રાજનગરમાં વર્તાઈ રહ્યો છે તેમ જણાવતા યુવક મહાસંઘના ભદ્રેશ શાહે ઉમેર્યું કે,‘૨૫૦ થી વધારે જૈન સંઘોમાં આ વર્ષે તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ આચાર્ય રાજયસશસૂરીજી, ગચ્છાધિપતિ આચાર્ય હેમચંદ્રસુરીજી, ગચ્છાધિપતિ આચાર્ય | કુલચંદ્રસૂરીજી તથા ૪૫ થી વધુ જૈનાચાર્યો અને ૧૨૦૦ થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રા મળી રહી છે. | પ્રત્યેક સંઘમાં તપશ્ચર્યા જેવી કે ૮ ઉપવાસ, ૧૬ ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિતપ જેવી કઠોર તપશ્ચર્યા મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા કરવામાં આવી રહી છે. ‘