Jamnagar તાલુકાના ફલ્લા ગામે ગત રાત્રિથી આજે બપોર સુધીમાં વધુ નવ ઈચ વરસાદ વરસી જતાં ખેતરો જળબંબોળ બન્યા હતા. આ સાથે કંકાવટી ડેમ પણ ઓવરફલો થતાં ગ્રામીણ લોકોમાં હરખની હેલી ઉમટી છે.

ભારે વરસાદથી નદી-નાળામાં બે કાંઠે પાણી વહ્યા, તળાવો છલકાયા, ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

Jamnagar: ફલ્લા ગામમાં ગત મોડી રાત્રે । પવનના જોરદાર સુસવાટા સાથે શરૂ| થયેલો વરસાદ સવાર સુધીમાં સાત ઈંચ નોંધાયો હતો. આજે દિવસ દરમિયા બે ઈંચ વરસી જતા છેલ્લા અઢાર કલાકમાં નવ ઈંચ જેટલો વરસાદ થયો હતો. ફલ્લાની નજીકના ગામોમાં પણ| જોરદાર વરસાદના સમાચાર મળ્યા છે. નદી, નાળા તથા તળાવો છલકાયા છે. ખેતરોમાં પાણી ભરાયા છે. વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

આ પહેલા ફલ્લા ગામમાં જન્માષ્ટમીના દિવસેમેઘમહેર થતાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. સાતમનાં દિવસે પણ દોઢ ઇંચ જેટલો વરસાદ થતાં કંકાવટી ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફલો થયો હતો. જેથી ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જામનગર પંથકના ગામોમાં અનરાધાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારના ગામોમાં પણ પાણી ભરાયા હતા. મુરઝાતી મોલાત પર કાચા સોના જેવો વરસાદ થતાં ખેડૂતોની સાથે સામાન્ય જનતામાં આનંદ જોવા મળે છે.