Gujrat: ધો.૧૨ સાયન્સ પછીના નીટ આધારીત ચાર કોર્સીસ મેડિકલ ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા અંતર્ગત આજે મેડિકલ-ડેન્ટલ માટેના પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે.જેમાં ૬૯૫૮ બેઠકોમાં પ્રવેશ ફાળવાયો છે અને પ્રથમ | રાઉન્ડના સીટ એલોટમેન્ટ બાદ | એનઆરઆઈ ક્વોટાની અને પીડબલ્યુ કેટેગરીની મળીને ૭૩૪ બેઠકો ખાલી રહી છે. આ વર્ષે યુવકો ૧૦૩૦૪ અને યુવતીઓ ૧૨૫૧૧ છે. આ વર્ષે મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ સંખ્યા ઘણી વધારે છે.
Gujrat: રાજ્ય સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા આજે મેડિકલ (એમબીબીએસ) અને ડેન્ટલ (બીડીએસ)ના પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે.જેમાં મેડિકલની કુલ ૬૮૫૮ બેઠકોમાંથી સરકારી કોલેજોની ૧૫ ટકા ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકોને બાદ કરતા બાકીની ૬૫૭૩ બેઠકો સામે પ૮૯૩ બેઠકોમાં પ્રવેશ ફાળવાયો છે.જ્યારે ડેન્ટલની ૧૨૧૯ | બેઠકોમાંથી ૧૦૬૫ બેઠકોમાં પ્રવેશ ફાળવાયો છે.
કુલ ૭૭૯૨ બેઠકોમાંથી ૬૯૫૮ બેઠકોમાં પ્રવેશ ફાળવાયો છે.જ્યારે સીટ એલોટમેન્ટ બાદ મેડિકલની એનઆરઆઈ ક્વોટાની અને પીડબલ્યુડી કેટેગરીની ૬૮૦ બેઠકો ખાલી રહી છે તેમજ ડેન્ટલમાં પણ એનઆરઆઈ ક્વોટાની અને પીડબલ્યુડી કેટેગરીની ૧૫૪ બેઠકો ખાલી રહી છે.
આમ હાલ ૭૩૪ બેઠકો ખાલી રહી છે. જે બીજા રાઉન્ડ દરમિયાન ખાલી રહેશે તો નિયમ મુજબ એનઆરઆઈ ક્વોટામાંથી મેનેજમેન્ટ ક્વોટામાં અને પીએડબલ્યુ કેટેગરીમાંથી જે તે કેટગરીમાં કન્વર્ટ કરવામા આવશે. આ વર્ષે મેડિકલ સહિતના ચાર કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થિનીઓ વધીઃ યુવક ૧૦૩૦૪, યુવતી ૧૨૫૧૧