Ahmedabad શહેરના સેટેલાઈટ જોધપુર ચાર રસ્તા પાસે બુધવારે રાતના જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણીમાં એક યુવકે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યાની ઘટના સામે આવી છે. જે અનુસંધાનમાં સેટેલાઈટ પોલીસે ઘાટલોડીયામાં રહેતા યુવકની બનાવટ દેશી બૂનાવટીની પિસ્તોલ અને કાર સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad પોલીસ કંટ્રોલ રૂમમાં સાત રાઉન્ડ ફાયરીંગનો મેસેજ આવ્યો હતોઃ માથાભારે તત્વોથી સ્થાનિક લોકો ભારે પરેશાનઃ આકરી પોલીસ કાર્યવાહી કરવા માંગણી સેટેલાઈટ જોધપુર ચાર રસ્તા | હતો પાસે આવેલા માનસ કોમ્પ્લેક્સ પાસે જેથી બુધવારે રાતના હિરેન ઠક્કર નામના યુવકના જન્મદિવસની ઉજવણી કરવા માટે કેટલાંક યુવાનો એકઠા થયા હતા. જેમાં ભરત ભરવાડ (રહે.લક્ષ્મણગઢનો ટેકરો, ઘાટલોડીયા) તેની કારમાં આવ્યો હતો. હિરેન ઠક્કર કેક કાપી રહ્યો હતો ત્યારે જન્મદિવસની ઉજવણી કરવા માટે ભરત ભરવાડે તેની પાસે રહેલી દેશી બનાવટની પિસ્તોલમાંથી કેટલાંક રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જેના કારણે આસપાસમાં રહેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

જેમાં ડીસીપી ઝોન-૭ અને નાસભાગ મચી ગઈ હતી. ભરત ભરવાડ ત્યાંથી કાર લઈને નાસી ગયો હતો. બીજી તરફ આ બનાવ અંગે માનસ કોમ્પ્લેક્સમાં ટુર્સ| એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા લોકોએ ફાયરીંગની ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. જેથી પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસને તપાસ કરતા સ્થળ પરથી બે ખાલી કાર્ટિજ મળી આવી હતી. આ અંગે સેટેલાઈટ પોલીસે ભરત ભરવાડ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એલસીબીના પીઆઇ વી બી ચૌધરી અને તેમના સ્ટાફે ભરત ભરવાડને નંબર પ્લેટ વિનાની લક્ઝરી કાર સાથે ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં ભરત ભરવાડે રાજકોટમાં રહેતા તેને મહેશ ગમારા નામના સગા પાસેથી આ પિસ્તોલની ખરીદી કરી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભરત ભરવાડે બે કરતા વધારે ફાયરીંગ કર્યા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસને તેની પાસેથી ખાલી મેગઝીન મળી આવી હતી. જેથી હકીકતમાં કેટલાં રાઉન્ડ ફાયરીંગ થયા તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.